________________
૨ |
કર્મગ્રંથ-૬
d
અપૂર્વકરણ ગુણસ્થાનકના ઘણાં ખરા સંખ્યાતા ભાગો પસાર થયા બાદ હજારો સ્થિતિખંડો પૂર્ણ થાય છે તે વખતે નામ કર્મની દેવગતિ
આદિ ત્રીશ પ્રકૃતિઓનો બંધ વિચ્છેદ થાય છે. ૧૦૩. અપૂર્વકરણના કેટલા ભાગ પછી શું કાર્ય થાય?
અપૂર્વકરણ ગુણસ્થાનકના સ્થિતિખંડ પૃથકત્વ એટલે કે સંખ્યાતા ભાગ ગયે છતે અપૂર્વકરણના છેલ્લા સમયે મોહનીયની ચાર પ્રકૃતિઓ
(હાસ્ય-રતિ-અરતિ-શોક) નો બંધ વિચ્છેદ થાય છે. ૧૦૪. અપૂર્વકરણના છેલ્લા સમયે બીજું શું કાર્ય થાય? ઉ છેલ્લા સમયે ચારનો બંધ વિચ્છેદ થતાં હાસ્યાદિ છ પ્રકૃતિઓનો
ઉદય વિચ્છેદ પણ થાય છે તથા સર્વ કર્મના દેશ-ઉપશમના-નિધ્ધત્તિ
તથા નિકાચના કરણ પણ વિચ્છેદ પામે છે. ૧૦૫. અપૂર્વકરણમાં કાર્ય થયા બાદ શું પ્રક્રિયા થાય? ઉ
સર્વ કર્મની દેશોપશમના આદિ થયે અપૂર્વકરણ ગુણસ્થાનકનો કાળ
પૂર્ણ થાય અને જીવ અનિવૃત્તિકરણમાં પ્રવેશ કરે છે. ૧૦૬. અનિવૃત્તિકરણમાં જીવોને શું કાર્ય ચાલુ હોય?
અપૂર્વકરણની જેમ આ કાળમાં પણ સ્થિતિઘાતાદિ પાંચે પદાર્થો ચાલુ હોય છે. અનિવૃત્તિકરણના કેટલા કાળ બાદ જીવો શું કાર્ય કરે? અનિવૃત્તિકરણના સંખ્યાતા ભાગ ગયે છતે એટલે પૂર્ણ થયે જીવો ચારિત્ર મોહનીય કર્મની એકવીશ પ્રકૃતિઓને ઉપશમાવવા માટેનું અંતરકરણ કરે છે. અંતરકરણ કાળમાં ચારિત્રમોહનીયની પ્રકૃતિઓનો કાળ કેટલો કેટલો કરે? અંતરકરણમાં વિદ્યમાન એટલે વેદતો સંજ્વલન ચાર કષાય માટેનો એક કષાય અને ત્રણ વેદમાંથી કોઈપણ એક વેદની સ્થિતિ તે પ્રથમ સ્થિતિ પોતાના ઉદય કાળ પ્રમાણ જાણવી. બાકીના અગ્યાર કષાયો
અને આઠ નોકષાયની પ્રથમ સ્થિતિ એક આવલિકા પ્રમાણ હોય છે. ૧૦૯. કઈ કઈ પ્રકૃતિઓનો ઉદય કાળ કેટલો કેટલો હોય?
છે
૧0૮.