________________
૧૬
કર્મગ્રંથ-૬
૮
ઉ.
૯૦.
૯૧.
પરિણામને પ્રાપ્ત કરી શકે છે. અનાદિ મિથ્યાત્વી, મિથ્યાત્વની ઉપશમના કર્યા બાદ શું કાર્ય કરે ? કયા કયા ગુણઠાણે પ્રાપ્ત કરી શકે? ઉપશમ સમક્તિી જીવોનો કાળ પૂર્ણ થતાં સમ્યકત્વ મોહનીયનો ઉદય થતા જીવો ક્ષયોપશમ સમક્તિની પ્રાપ્તિ કરે છે. આ સમક્તિ ચારથી સાત ગુણસ્થાનકમાં પ્રાપ્ત કરે છે. ક્ષયોપશમ સમક્ષિી જીવો શું કાર્ય કરે? વિશુધ્ધ પરિણામવાળો થયો થકો જીવ અનંતાનુબંધિ ઉપશમનાની જેમ ઉપશમશ્રેણીનું ઉપશમ સમક્તિ પામવા માટે ત્રણ કરણ કરે છે. ૧. યથાપ્રવૃતકરણ, ૨. અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ. અનિવૃત્તિકરણના કાળમાં જીવ શું કાર્ય કરે ? કયારે? અનિવૃત્તિકરણનો સંખ્યાતમો ભાગ ગયા પછી મિથ્યાત્વ મોહનીય અને મિશ્ર મોહનીયના દલિકોની એક અંતર્મુહૂર્ત જેટલી સ્થિતિનું અંતરકરણ કરે છે. અંતરકરણ કરતાં શું કાર્ય થાય? અતંરકરણ મિથ્યાત્વ-મિશ્ર મોહનીયના દલિકોનું થતાં તે બન્નેનાં દલિકોને સમ્યકત્વ મોહનીયના ભોગવાતાં દલિકોમાં નાંખે છે. આ રીતે નાંખતા નાંખતા જીવો બીજું શું કાર્ય કરે? આ રીતે જ્યારે દલિકોને એટલે મિથ્યાત્વ-મિશ્ર મોહનીયના દલિકોને સમ્યકત્વ મોહનીયમાં નાખવાનો પ્રયત્ન વિશેષ કરે છે. તે જ વખતે આવલિકા માત્ર જેટલા દલિકોનો સાથે સાથે ઉપશમ પણ કરે છે. આ પ્રયત્ન વિશેષોથી જીવો ઉપશમના કોની કોની કરે છે? આ પ્રયત્ન વિશેષથી જ્યારે મિથ્યાત્વ મોહનીય અને મિશ્ર મોહનીયના દલિકો ઉપશમને પામે ત્યારે ભોગવાતા સમ્યકત્વ મોહનીયના દલિકોને ભોગવીને ક્ષય કરે છે. સમ્યકત્વ મોહનીયના દલિકોનો ભોગવીને ક્ષય થાય ત્યારે ઉપશમના કોની કોની થઈ કહેવાય?
૯૨.
છે
૫.