________________
પ્રશ્નોત્તરી ભાગ-૮
ઉ.
૮૪.
ઉ.
૮૫.
ઉ.
૮૬.
ઉ.
૮૭.
ઉ
૮૮.
ઉ
૧૫
જ્યારે અનિવૃત્તિકરણ કાળની એક આવલિકા કાળ બાકી રહે ત્યારે પહેલી સ્થિતિમાં આવતા દલિકો બંધ થાય છે એટલે કે તે વખતે વચલી સ્થિતિમાં મિથ્યાત્વનું એક પણ દલિક હોતું નથી તેથી વચલી સ્થિતિ મિથ્યાત્વના દલિક વગરની થાય છે આ પ્રક્રિયાને શાસ્ત્ર પરિભાષામાં ઉદીરણા વિચ્છેદ કહેવાય છે.
શાસ્ત્ર પરિભાષાથી વચલી સ્થિતિને શું કહેવાય છે ? મિથ્યાત્વની દલિક વગરની વચલી સ્થિતિ જે એક અંતર્મુહૂર્ત કાળની છે તેને અંતઃકરણ કહેવાય છે.
વચલી સ્થિતિમાં જીવ આવે ત્યારે તેને શું કહેવાય ?
પહેલી અનિવૃત્તિકરણની છેલ્લી આવલિકા ઉદયથી ભોગવ્યા પછી જીવ વચલી એટલે બીજી સ્થિતિમાં પ્રવેશ કરે ત્યારે મિથ્યાત્વની ઉપશમના થઈ કહેવાય છે અને તે વખતે જીવ ઉપશમ સમક્તિ પામ્યો એમ પણ કહેવાય છે.
ઉપશમ સમક્તિની સાથે દેશવિરતિપણું જીવો પ્રાપ્ત કરી શકે ? કયા ? આ ઉપશમ સમક્તિ પામતાં કોઈક જીવોની સાતે કર્મોની સ્થિતિ સત્તા ચોથા ગુણસ્થાનક કરતાં સંખ્યાતા પલ્યોપમ જેટલી ઓછી થયેલી હોય તે જીવો ઉપશમ સમક્તિ પામતાની સાથે દેશવિરતિના પરિણામને પણ પામે છે.
ઉપશમ સમક્તિની સાથે સર્વ વિરતિનાં પરિણામ પામી શકે ? કયારે ? કેટલાક જીવોની સાતે કર્મોની સ્થિતિ સત્તા ઉપશમ સમક્તિ પામતાં જેટલી હોય છે તેનાથી સંખ્યાતા સાગરોપમ જેટલી સ્થિતિ સત્તા ઓછી થાય ત્યારે જીવો ઉપશમ સમક્તિ પામતાની સાથે સર્વવિરતિ એટલે છટ્ઠા ગણસ્થાનકના પરિણામને પામી શકે છે.
ઉપશમ સમક્તિ પામતાની સાથે અપ્રમત્ત ભાવના પરિણામ જીવો પામી શકે ? કયારે ?
ઉપશમ સમક્તિ પામતા સર્વવિરતિના પરિણામ જે જીવો પામે છે તેઓને સાતે કર્મોની જે સ્થિતિ સત્તા હોય તેનાથી સંખ્યાતા સાગરોપમ જેટલી સ્થિતિ સત્તા ઓછી થાય ત્યારે જીવો અપ્રમત્ત ગુણસ્થાનકના