SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ ૧૧૬. ઉ. ૧૧૭. ઉ ૧૧૮. ઉ ૧૧૯. . ૧૨૦. ઉ ૧૨૧. ઉ. ૧૨૨. ૯. કર્મગ્રંથ-૬ અંતરકરણ સંબંધી દલિકોનો પ્રક્ષેપ વિધિ વર્ણન જે કર્મનો બંધ ઉદય સાથે હોય તેમના દલિકો કઈ રીતે નંખાય ? જે કર્મનો બંધ અને ઉદય એક સાથે હોય (વર્તતા હોય) એ કર્મના અંતરકરણ સંબંધી દલિકો પહેલી સ્થિતિ અને બીજી સ્થિતિ બન્નેમાં નાંખે છે. બંધ ઉદય સાથે વાળી પ્રકૃતિનો દાખલો કયો જાણવો ? જેમ કે પુરૂષવેદના ઉદયે ઉપમશશ્રેણી પ્રાપ્ત કરનાર જીવોને પુરૂષવેદનો બંધ અને ઉદય બન્ને હોવાથી તેના અંતરકરણ સંબંધી દલિકો પહેલી અને બીજી સ્થિતિ એમ બે સ્થિતિમાં નાંખે છે. જે કર્મનો ઉદય જ હોય બંધ ન હોય તેના દલિકો કઈ રીતે નંખાય ? જે કર્મનો એકલો ઉદય જ હોય પણ બંધ ન હોય તેના અંતરકરણ સંબંધી દલિકો પહેલી સ્થિતિમાંજ નાંખે છે પણ બીજી સ્થિતિમાં નાંખતા નથી ઉદય જ હોય બંધ ન હોય તેમાં કઈ પ્રકૃતિ જાણવી ? જેમ કે સ્ત્રીવેદના ઉદયે ઉપશમ શ્રેણી શરૂ કરનાર જીવોને સ્ત્રીવેદનો ઉદય જ હોય છે પણ બંધ હોતો નથી તે કારણથી તેના અંતરકરણ સંબંધી દલિકો પહેલી સ્થિતિમાં નાંખે છે. જે કર્મનો બંધ હોય ઉદય ન હોય તેના દલિકો શેમાં નંખાય ? જે કર્મનો ઉદય નથી પણ ફક્ત બંધ જ છે તેના અંતરકરણ સંબંધી દલિકો બીજી સ્થિતિમાં જ નાંખે પણ પહેલી સ્થિતિમાં નાંખતો નથી. બંધ હોય, ઉદય ન હોય તે કઈ પ્રકૃતિઓ હોય ? જેમકે સંજવલન ક્રોધ ઉદય ઉપશમ પ્રાપ્ત કરનાર જીવોને બાકીના ત્રણ કષાયો (માન-માયા-લોભ) ઉદય વિના બંધ હોવાથી તેના અંતરકરણના દલિકોને બીજી સ્થિતિમાં નાંખે છે. જેનો બંધ ઉદય ન હોય તેના દલિકો કઈ પ્રકૃતિમાં નંખાય ? જે પ્રકૃતિઓનો બંધ અનેઉદય નથી તેના અંતરકરણના દલિકો તેની પછીની (બીજી) પ્રકૃતિમાં નાંખે છે.
SR No.023049
Book TitleKarmgranth 6 Prashnottari Part 07 08
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages144
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy