________________
પ્રશ્નોત્તરી ભાગ-૮
૧૨૬.
૧૨૩. બંધ ઉદય ન હોય એવી પ્રવૃતિઓ કઈ હોય? તે કઈ રીતે? ઉ. જેમ કે બીજા અપ્રત્યાખ્યાનીય કષાય અને ત્રીજા પ્રત્યાખ્યાનીય કષાય
ના અંતરકરણના દલિકો કે જે આ પ્રકૃતિઓનો બંધ તેમજ ઉદય
હોતો નથી તેથી આના દલિકો પરપ્રકૃતિ રૂપ સંજ્વલન કષાયમાં નાંખે છે. ૧૨૪. આ અનિવૃત્તિકરણનું વિશેષ વર્ણન શેમાં આવે?
ઉપર જણાવ્યા મુજબ અનિવૃત્તિકરણ કાળમાં પરિણામથી પ્રકૃતિઓનાં દલિકોને ઉપશમાવવાની જે પ્રક્રિયાઓ થાય છે તેમાં ઘણું ઘણું કહેવાનું જે વિશેષ હોય છે તે કર્મ પ્રકૃતિ પ્રકરણ ગ્રંથોમાં આવે છે ત્યાંથી જાણી
લેવું જરૂરી જણાય છે. ૧૨૫. અંતરકરણ કર્યા બાદ સૌ પ્રથમ કઈ પ્રકૃત્તિનો ઉપશમ થાય? ઉ. જ્યારે જીવ અંતરકરણ કરે છે તે અંતરકરણ કર્યા પછી સૌ પ્રથમ
નપુંસકવેદને ઉપશમાવે છે. ઉપશમાવવાની અને બીજી પ્રકૃતિમાં નપુંસક વેદના દલિકો નાંખવાની
પ્રક્રિયા કયા પ્રકારની હોય? ઉ પહેલા સમયે સૌથી થોડું ઉપશમાવે, તેનાથી બીજા સમયે અસંખ્ય ગુણ
દલિક ઉપશમાવે, તેનાથી ત્રીજા સમયે અસંખ્યગુણ દલિક ઉપશમાવે, તેનાથી ચોથા સમયે અસંખ્યગુણ દલિક ઉપશમાવે એમ ક્રમસર જાણવું. તેમજ ઉપશમ થતાં દલિકોની અપેક્ષાએ અસંખ્યગુણ
અસંખ્યગુણ દલિક વૂિચરમ સમય સુધી પર પ્રકૃતિમાં નાખે છે. ૧૨૭. ઉપશમાવવાની છેલ્લા સમયની પ્રકૃતિઓમાં શું વિશેષ હોય?
છેલ્લે સમયે પરપ્રકૃતિમાં સંક્રમણ થતાં દલિકોની અપેક્ષાએ ઉપશમ
પામતું દલિક સંખ્યાતગુણ અધિક હોય છે એ વિશેષ સમજવું. ૧૨૮.
ઉપશમાવવાની પ્રક્રિયાનું તાત્પર્યાર્થ શું જાણવું? દ્વિચરમ સમય સુધી જે દલિકો ઉપશમ પામે છે તેના કરતાં અસંખ્ય ગુણ અધિક દલિકો પરપ્રકૃતિમાં પડે છે. છેલ્લા સમયે પરપ્રકૃતિમાં જેટલા દલિકોનું સંક્રમણ થાય છે તેના કરતાં સંખ્યાત ગુણ અધિક
દલિકો ઉપશમ પામે છે. આ રીતે નપુંસક વેદનો ઉપશમ થાય છે. ૧૨૯. નપુંસકવેદની ઉપશમના બાદ કઈ પ્રકૃતિની ઉપશમનાની શરૂઆત