________________
પ્રશ્નોત્તરી ભાગ-૭
ઉદય પહેલા ગુણસ્થાનકના અંત સમય સુધી હોય છે. ઉદીરણા એક
આવલિકા ન્યૂન સુધી હોય છે. ૨૧૦. સમ્યક્ત મોહનીયની ઉદય, ઉદીરણા કેટલા ગુણસ્થાનકમાં હોય? ઉ ૪ થી ૭ ગુણસ્થાનકમાં ઉદય હોય. ઉદીરણા એક આવલિકા ન્યૂન
હોય છે. ૨૧૧. સંજવલન લોભની ઉદય, ઉદીરણા કેટલા ગુણસ્થાનકમાં હોય? 3 ઉદય ૧ થી ૧૦ ગુણસ્થાનક સુધી, ઉદીરણા એક આવલિકા ન્યૂન
સુધી જાણાવી. ૨૧૨. ત્રણવેદની ઉદય, ઉદીરણા કયાં સુધી હોય?
૧ થી ૯ સુધી ઉદય અને નવમાંની એક આવલિકા ન્યૂન સુધી ઉદીરણા
હોય છે.
ઉ
૨૧૩. નરકાયુષ્ય, તિર્યંચાયુષ્ય, દેવાયુષ્યની ઉદય, ઉદીરણા ક્યાં સુધી હોય? ઉ પોત પોતાના ગુણસ્થાનક સુધી ઉદય, નરક, દેવ ૧ થી ૪, તિર્યંચાયુ
૧ થી પાંચ સુધી અને ઉદીરણા એક આવલિકા ન્યૂન જાણવી. ૨૧૪. મનુષ્યાયુષ્યની ઉદય, ઉદીરણા, કયાં સુધી હોય? ઉ ૧ થી ૧૪ સુધી ઉદય જાણવો, ૧ થી ૬ સુધી ઉદીરણા જાણવી. ૨૧૫. મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસત્રિક, સુભગ, આદેય, યશની, ઉદય,
ઉદીરણા ક્યાં સુધી હોય?
૧ થી ૧૪ સુધી ઉદય, ૧ થી ૧૩ સુધી ઉદીરણા હોય. ૨૧૬. જિનનામની ઉદય, ઉદીરણા કયાં સુધી હોય? - ૧૩ અને ૧૪માં ઉદય, ૧૩ મેજ ઉદીરણા હોય. ૨૧૭. ઉચ્ચ ગોત્રની ઉદય, ઉદીરણા કયાં સુધી હોય?
૧ થી ૧૪ ઉદય, ૧ થી ૧૩ ઉદીરણા હોય છે. ૨૧૮. પાંચ નિદ્રાની ઉદય, ઉદીરણામાં ફેર છે? કઈ રીતે?
શરીર પર્યાપ્તિથી પર્યાપ્ત થયા પછી ઈન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી ઉદય જ હોય છે ઉદીરણા હોતી નથી બાકીના કાળમાં ઉદય, ઉદીરણા સાથે જ હોય છે.
ઉ