________________
કર્મગ્રંથ-૬
ઉ
૧૭.
અનંતાનુબંધિની ઉપશમના પહેલા શું કાર્ય કરે? સર્વ શુભ પ્રકૃતિને બાંધનારો, અશુભ પ્રકૃતિના ચાર ઠાણીયા રસને બેઠાણીયો રસ કરનારો, શુભ પ્રકૃતિના બેઠાણીયા રસને ચાર ઠાણીયો રસ કરનારો, પૂર્વના સ્થિતિ બંધને એટલે પૂર્વના સ્થિતિ બંધ કરતાં નવા સ્થિતિ બંધોને પલ્યોપમના સંખ્યાતમા ભાગે હીન કરનારો આવા અધ્યવસાયમાં વિદ્યમાન રહેલો હોય છે. અનંતાનુબંધિની ઉપશમના માટેના અધ્યવસાયમાં જીવો કેટલો કાળ રહે? અને ત્યાર બાદ શું પ્રક્રિયા કરે છે? ઉપરના વિશુધ્ધ અધ્યવસાયમાં જીવો એક અંતર્મુહૂર્ત સુધી રહી છે કાળમાં ત્રણ કરણ કરવા માટે ઉદ્યમવંત બને છે. ત્રણ કરણો આદિ કયા કયા કહેવાય છે? ૧ યથાપ્રવૃત્તકરણ, ૨. અપર્વકરણ, ૩. અનિવૃત્તિકરણ અને ૪ ઉપશાંત અધ્ધા કાળ ગણાય છે. યથાપ્રવૃત્તકરણમાં પ્રવેશ કરે ત્યારે વિશુધ્ધિ કેટલી હોય? શું કાર્ય કરે? જીવ પ્રવેશ કરે ત્યારે ક્રમસર અનંતગુણ વિશુધ્ધ વધતી વિશુધ્ધિએ પ્રવેશ કરે છે અને ત્યાં બંધાતી શુભ પ્રકૃતિઓનો બંધ કરે છે. યથાપ્રવૃત્તકરણમાં સ્થિતિઘાતાદિ થાય? શાથી? આ જીવો સ્થિતિઘાતાદિક કરતા નથી. કારણ કે તપ્રાયોગ્ય વિશુધ્ધિનો અભાવ હોય છે. યથાપ્રવૃત્તકરણના અધ્યવસાય સ્થાનો કેટલા હોય? અનેક જીવોની અપેક્ષાએ પ્રતિ સમયે અસંખ્ય લોકાકાશ પ્રદેશ જેટલા અધ્યવસાય સ્થાનો હોય છે. આ અધ્યવસાયના સ્થાનોના હીન રૂપે કેટલા ભેદો હોય? કયા? છ સ્થાનો હોય તે ષડ્રસ્થાન પતિત રૂપ ગણાય છે. આ અધ્યવસાયના સ્થાનોના અધિક રૂપે કેટલા ભેદો હોય? કયા? છ સ્થાનો હોય તે પસ્થાન અધિક કહેવાય છે. ૧. અનંત ભાગ અધિક, ૨. અસંખ્ય ભાગ અધિક, ૩. સંખ્યાત ભાગ અધિક, ૪
ઉ