________________
કર્મગ્રંથ-૬
૨૭.
૨૮.
ર૯.
ઉ
ક્રમસર અનંતગુણી જણાવી છે તે દરેક સમયની ઉત્કૃષ્ટ વિશુધ્ધિ ક્રમસર અનંતગુણી-અનંતગુણી યથાપ્રવૃત્તકરણના છેલ્લા સમય સુધી કહેવી. આ રીતે વિશુધ્ધિ જીવની કયાં સુધી હોય? અને ત્યારે શું કાર્ય થાય? આ રીતે અધ્યવસાય સ્થાનની વિશુદ્ધિ કરતો કરતો જીવ છેલ્લા સમયે પહોંચે છે ત્યારે યથાપ્રવૃત્તકરણ સમાપ્ત થાય છે.
અપૂર્વકરણ અપૂર્વકરણનો કાળ કેટલો હોય? તેના અધ્યવસાય સ્થાનો કેટલા હોય? એક અંતર્મુહૂર્તનું હોય છે તેના અધ્યવસાય સ્થાનો અસંખ્યાતા લોકાકાશ પ્રદેશ પ્રમાણ હોય છે. વિશુધ્ધિની અપેક્ષાએ પ્રતિ સમયો કયા પ્રકારે હોય? અપૂર્વકરણના અધ્યવસાય સ્થાનોના પ્રતિ સમયો વિશુધ્ધિની અપેક્ષાએ છ સ્થાન હોય છે. પહેલા સમયની જઘન્ય વિશુધ્ધિ કેટલી હોય? અપૂર્વકરણના પહેલા સમયની જઘન્ય વિશુધ્ધિ સૌથી થોડી પણ યથાપ્રવૃત્તક ણના છેલ્લા સમયની ઉત્કૃષ્ટ વિશુધ્ધિથી અનંતગુણ અધિક વિશુધ્ધિ જાણવી. પહેલા સમયની જઘન્ય વિશુધ્ધિ કરતાં ક્રમસર વિશુધ્ધિ કેટલી કેટલી અને કઈ રીતે ? પહેલા સમયની જઘન્ય વિશુધ્ધિ કરતાં તેનાથી પહેલા સમયની ઉત્કૃષ્ટ વિશુધ્ધિ અનંતગુણી હોય, તેનાથી બીજા સમયની જઘન્ય વિશુધ્ધિ અનંતગુણી હોય, તેનાથી બીજા સમયની હકષ્ટ વિશુધ્ધિ અનંતગુણી હોય, તેનાથી ત્રીજા સમયની જઘન્ય વિશુધ્ધિ અનંતગુણી હોય, તેનાથી ત્રીજા સમયની ઉત્કૃષ્ટ વિશુધ્ધિ અનંતગુણી હોય આ રીતે પ્રતિ સમય જઘન્ય અને ઉત્કૃષ્ટ અનંતગુણ-અનંતગુણ વિશુધ્ધિ અપૂર્વકરણના છેલ્લા સમય સુધી જાણવી. અપૂર્વકરણમાં વિદ્યમાન જીવો નવાં કયા કયા કાર્યો કરે?
૩૦.
૩૧.