________________
પ્રશ્નોત્તરી ભાગ-૮
ઉ
૩૩.
ઉ
૩૪.
અપૂર્વકરણના પ્રથમ સમયથીજ પાંચ પદાર્થો શરૂ કરે છે ૧. સ્થિતિઘાત ૨. રસઘાત, ૩.ગુણશ્રેણી, ૪. ગુણસંક્રમ, ૫. અપૂર્વસ્થિતિબંધ. સ્થિતિઘાત કોને કહેવાય? જે સ્થિતિ સત્તામાં રહેલી છે તે સ્થિતિબંધકના શરૂઆતના ભાગ થકી ઉત્કૃષ્ટ પણે સેંકડો સાગરોપમ પ્રમાણે અને જઘન્યથી પલ્યોપમના સંખ્યામાં ભાગ પ્રમાણે સ્થિતિ ખંડને ખડે છે અર્થાત ઉકેલે છે. જે સ્થિતિ ઉકેલાતી નથી તે સ્થિતિમાં ઉકેલાતી સ્થિતિનું દલીયું નાખીને ફરીથી અંતર્મુહૂર્ત કાલે બીજું સ્થિતિખંડ ઉકેલે, તેનું દલીક નહી ઉકેલાતી સ્થિતિમાં નાંખે, પછી ત્રીજુંસ્થિતિખંડ પલ્યોપમના સંખ્યામાં ભાગ પ્રમાણનું ઉકેલે, અને તેનું દલીકપણ નહીં ઉકેલાતી સ્થિતિમાં નાંખે આ રીતે હજારોવાર સ્થિતિખંડને ઉકેલી ઉકેલીને અપૂર્વકરણના છેલ્લા સમયમાં જીવ પહોંચે છે. આ સ્થિતિઘાત કહેવાય છે. આ સ્થિતિઘાતમાં કુલ સ્થિતિ કેટલી ઉકેલાય? છેલ્લા સમયે સ્થિતિ સત્તા કેટલી રહે? પલ્યોપમના સંખ્યામાં ભાગ પ્રમાણે ઉકેલાય છે અને પહેલા સમયે જે સ્થિતિ હતી તેના કરતા છેલ્લા સમયે સંખ્યાત ગુણહીન સ્થિતિ થાય છે. રસઘાત કોને કહેવાય? અશુભ પ્રકૃતિઓનો જે રસ રહેલો છે તેનો અનંતમો ભાગ રાખીને બાકીના રસના ભાગોને એક અંતર્મુહૂર્તમાં નાશ કરે છે, ત્યારબાદ જે અનંતમો ભાગ બાકી છે તેનો અનંતમો ભાગ રાખી એક અંતર્મુહૂર્તમાં બાકીનાં બીજા રસોનો નાશ કરે છે હવે અનંતમો ભાગ બાકી રહ્યો છે તેનો અનંતમો ભાગ બાકી રાખી બાકીનો રસ એક અંતર્મુહૂર્તમાં નાશ કરે છે. આ રસઘાત કહેવાય છે. એકસ્થિતિ ખંડમાં રસનાં ખંડો (ઘાતો) કેટલા થાય? એક સ્થિતિ ખંડમાં હજારો રસ ખંડો (વાતો) થાય છે. સ્થિતિખંડો કેટલા અને રસખંડો કેટલા થાય? આ રીતે હજાર સ્થિતિ ખંડોને વિષે હજાર હજાર રસખંડો પ્રાપ્ત થાય
૩૫.