________________
કર્મગ્રંથ-૬
૪૮.
અંતરકરણ કોના સરખુ કેટલા કાળ પ્રમાણ હોય? અપૂર્વકરણના કાળ સરખું અંતરકરણ એક અંતર્મુહૂર્તનું કરે છે (હોય
૪૯.
૫O.
૫૧.
અંતરકરણનું દલિક નાશ કઈ રીતે થાય? એ દલિક નાશ કરવા માટે બધ્યમાન (બંધાતી) પર પ્રકૃતિને વિષે તે દલિક નાંખે છે. એ દલિક નાખતા શું કાર્ય થાય? બધ્યમાન પર પ્રકૃતિને વિષે નાખે તે વખતે પ્રથમ સ્થિતિનું દલિક આવલિકામાત્ર હોય તે વેદ્યમાન ભોગવાતી પર પ્રકૃતિને વિષે સ્ટિબુક સંક્રમવડે સંક્રમાવે છે. અંતરકરણ કરવાથી જીવને શું કાર્ય થાય? અંતરકરણ કીધે થકે બીજે સમયે અનંતાનુબંધિનું ઉપરની સ્થિતિનું દલિક ઉપશમાવવા માંડે છે. એ ઉપશમાવવાનો ક્રમ કઈ રીતે હોય? તે આ રીતે, પહેલે સમયે થોડું ઉપશમાવે, બીજે સમયે અસંખ્યાતગુણ ઉપશમાવે, ત્રીજે સમયે અસંખ્યાતગુણ ઉપશમાવે. એમ યાવતું એક અંતર્મુહૂર્ત સુધી ઉપશમાવે છે. એક અંતર્મુહૂર્તમાં ઉપશમાવવાથી શું કાર્ય થાય? એટલા કાળની અંદર અનંતાનુબંધિ કષાયનાં દલિકો ઉપશમિત થાય છે. ઉપશમિત દલિકો કેટલા કરણને અયોગ્ય થાય? અનંતાનુબંધિના ઉપશમિત થયેલા દલિકો સંક્રમકરણ-ઉદય-ઉદીરણા કરણ, નિધ્ધાત્તકરણ, અને નિકાચનાકરણને અયોગ્ય થાય છે એટલે કે ઉપશમ થયેલું દલિક સંક્રમ પામે નહિ, ઉદયમાં આવે નહિ, ઉદીરણા થાય નહિ, નિર્ધાત્ત અને નિકાચનાને પણ પામે નહિ, અર્થાત બને નહિ, અનંતાનુબંધિની ઉપશમના સમાપ્ત. ઉપશમ શ્રેણીમાં અનંતાનુબંધિની ઉપશમના માટે કોઈ મત-મતાંતર છે? કયા?
૫૩.
ઉ.
૫૪.
પપ.