________________
કર્મગ્રંથ-૬
૬૩.
૬૪.
વિસંયોજના રૂપ કેટલી પ્રકૃતિઓ હોય? શાથી? એક સો અડતાલીશમાંથી માત્ર અનંતાનુબંધિ ચાર કષાયો જ વિસંયોજના રૂપે હોય છે, બાકી હોતી નથી. બાકીની પ્રકૃતિઓનો ક્ષય થતાં ફરીથી આવવાને કોઈ કારણ ન હોવાથી વિસંયોજના રૂપે ગણાતી નથી.
દર્શનત્રિકની ઉપશમનાનું વર્ણન મિથ્યાત્વ મોહનીયની ઉપશમના કયા કયા ગુણઠાણે થાય? પહેલા મિથ્યાત્વ ગુણઠાણે અને ચાર થી સાત ગુણઠાણે ઉપશમના થાય છે. પહેલે ઉપશમ સમક્તિ પામતા કરે અને ચાર થી સાતમાં ક્ષયોપશમ સમક્તિી જીવો કરે. મિશ્રમોહનીય અને સમ્યકત્વ મોહનીયની ઉપશમના કયા કયા ગુણઠાણે થાય? કોણ કરે? ચાર થી સાત ગુણઠાણે રહેલા ક્ષયોપશમ સમક્તિી જીવો ઉપશમના કરે છે. મિથ્યાત્વની ઉપશમના પહેલે ગુણઠાણે કયા જીવો કરે ? સન્ની પંચેન્દ્રિય સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત અનંત ગુણ વિશુધ્ધિએ વધતો મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાન કે વિર્ભાગજ્ઞાન એમ ત્રણ અજ્ઞાનમાંથી કોઈપણ એક અજ્ઞાનનાં ઉપયોગમાં એટલે સાકાર ઉપયોગમાં વર્તતો હોય તે જીવ કકરે. અનંતગુણ વિશુધ્ધિ કઈ અપેક્ષાએ જાણવી? અભવ્ય જીવોની અપેક્ષાએ અનંતગુણ-અનંતગુણ વિશુધ્ધિવંત જાણવો. જઘન્યાદિ પરિણામે કઈ કઈ વેશ્યા હોય? જઘન્ય પરિણામે તેજો લેગ્યામાં વિદ્યમાન હોય, મધ્યમ પરિણામે પદ્મ લેશ્યાએ વિદ્યમાન હોય, ઉત્કૃષ્ટ પરિણામે શુકલ લેગ્યાએ વિદ્યમાન હોય છે. સાતે કર્મોની કેટલી સ્થિતિવાળો હોય? સાતેય કર્મોની (આયુષ્ય સિવાય) અંતઃકોટાકોટી સાગરોપમની સ્થિતિવાળો જીવ હોય છે.
૬૫.
૬૮.