________________
પ્રશ્નોત્તરી ભાગ-૮
૧૧
પ૬.
૫૭.
૫૮.
કેટલાક આચાર્યો ઉપશમ શ્રેણીમાં અનંતાનુબંધિ ચાર કષાયનો ઉપશમ માનતા નથી પણ ક્ષપણા એટલે (વિસંયોજના) જ માને છે એટલે જીવો મોહનીયની ચોવીશની સત્તાવાળા માને છે.
અનંતાનુબંધિની વિસંયોજના સ્વરૂપ (ક્ષપના) અનંતાનુબંધિ કષાયની વિસંયોજના કોણ કરે? ચારે ગતિમાં રહેલા સન્ની પંચેન્દ્રિય પર્યાપ્તા જીવો ચાર થી સાત ગુણસ્થાનકમાં રહેલા ક્ષયોપશમ સમક્તિી જીવો વિસંયોજના ક્ષપના કરવાનો પ્રયત્ન કરે છે. અનંતાનુબંધિની વિસંયોજના કરતાં કેટલા કરણ કરે? કયા? ઉપશમનાની જેમ પહેલા ત્રણ કરણો કરે છે પણ અંતરકરણ કરતા નથી. ૧. યથાપ્રવૃત્તકરણ ૨. અપૂર્વકરણ, ૩. અનિવૃત્તિકરણ. આ કરણોથી કેટલા દલિકોનો નાશ કરે? કેટલા બાકી રાખે? છેલ્લા એક આવલિકા જેટલા દલિકો મૂકીને બાકીના બધા દલિકોનો ઉલના સંક્રમ વડે નાશ કરે છે. આવલિકા માત્ર દલિકોનું શું કરે? આવલિકા માત્ર દલિકોને સ્તિબુક સંક્રમ વડે કરીને વેદાતી પ્રકૃતિઓને વિષે સંક્રમાવે છે. આ ક્રિયા બાદ અનિવૃત્તિકરણના અંતે શું થાય? વેદાતી પ્રકૃતિમાં દલિકો સંક્રમાવ્યાબાદ એટલે તે અંતર્મુહૂર્ત પછી અનિવૃત્તિકરણના અંતે બાકીના કર્મોની સ્થિતિઘાત-રસઘાતાદિ કરે છે અત્રે ગુણશ્રેણી હોતી નથી. આ અનંતાનુંબંધિની ક્ષપના અથવા વિસંયોજના કહેવાય છે. વિસંયોજન એટલે શું? અનંતાનુબંધિ ચાર કષાયના સઘળાય દલિકોનો આત્મા પ્રદેશો ઉપરથી નાશ સંપૂર્ણ કરવા છતાં તેને લાવનારા મિથ્યાત્વ મોહનીય સત્તામાં હોવાથી ફરીથી બંધાઈને અનંતાનુબંધિ કષાયનાં દલિતો સત્તામાં પ્રાપ્ત થવાની શકયતા હોવાથી તે વિસંયોજના રૂપે કહેવાય છે.
૫૯.
ઉ
૬૦.
૬૧.
ઉ