________________
પ્રશ્નોત્તરી ભાગ-૮
૪૨.
ઉ
૪૩.
૪૪. ઉ
અપૂર્વસ્થિતિ બંધ કોને કહેવાય? અપૂર્વ કરણના પહેલા સમયે નવો સ્થિતિ બંધ શરૂ કરે તે યથાપ્રવૃત્ત કરણના છેલ્લા સમયે જે સ્થિતિ બંધ હતો તેના કરતાં અસંખ્યાત ગુણ હીન આ સ્થિતિ બંધ હોય છે. આ રીતે દરેક સમયે નવા નવા આવા અપૂર્વ સ્થિતિ બંધ કરે છે તેને અપૂર્વસ્થિતિ બંધ કહેવાય છે. સ્થિતિઘાતાદિ પાંચેયની શરૂઆત તથા પૂર્ણતા કયારે થાય? ત્યારે શું પૂર્ણ થાય? સ્થિતિઘાતથી પાંચેય પદાર્થો અપૂર્વકરણના પહેલા સમયથી શરૂ થાય છે અને અપૂર્વકરણના છેલ્લા સમયે એક સાથે પૂર્ણ થાય છે એ પૂર્ણ થતાં અપૂર્વકરણ સમાપ્ત થાય છે.
અનિવૃત્તિકરણ આ કરણમાં પ્રવેશ કરેલા જીવોની વિશુધ્ધિ કેવા પ્રકારની હોય? જીવો જે જે સમયે રહેલા હોય તે સમય વાળા દરેક જીવોને વિશુધ્ધિ એક સરખી હોય છે એટલે કે ભૂત - ભાવિ - વર્તમાન ત્રણે કાળમાં અનિવૃત્તિ કરણના જે સમયે જે જીવો રહેલા હોય તે દરેકની વિશુધ્ધિ એક સરખી જાણવી. દરેક સમયની ક્રમસર વિશુધ્ધિ કેવા પ્રકારની હોય? દરેક સમયની એટલે કે પહેલા સમયની વિશુધ્ધિ કરતાં બીજા સમયની વિશુધ્ધિ અનંતગુણ અધિક હોય, તેનાથી ત્રીજા સમયની અનંતગુણ
અધિક વિશુધ્ધિ હોય. એમ ક્રમસર સમયે સમયે અનંતગુણ અધિક વિશુધ્ધિ છેલ્લા સમય સુધી જાણવી. આ કરણમાં પહેલા સમયથી કેટલા પદાર્થો હોય? આ કરણમાં પહેલા સમયથી સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણી, ગુણસંક્રમ, અપૂર્વસ્થિતિબંધ એ પાંચે પદાર્થો સમકાળ હોય છે. આ કરણના કેટલા કાળ પછી જીવ શું કાર્ય કરે છે? આ કરણના ઘણા સંખ્યાત ભાગ ગયે છતે અને એક ભાગ બાકી રહે છતે અનંતાનુબંધિ કષાયના એક આવલિકા જેટલા દલિકોને મુકીને જીવ અંતરકરણ કરે છે.
૪૫.
૪૭.