________________
પ્રશ્નોત્તરી ભાગ-૮
C.
ઉ.
૧૦.
ઉ
૧૧.
ઉ
૧૨.
ઉ
૧૩.
ઉ
૧૪.
ઉ
૩
સમ્યક્ત્વ મોહનીયના ઉદયથી જીવને શું પ્રાપ્ત થાય ? ક્ષયોપશમ સમક્તિની પ્રાપ્તિ થાય છે.
ક્ષયોપશમ સમક્તિ કોને કહેવાય ?
જેમાં સમ્યક્ત્વ મોહનીયનો રસોદય એટલે વિપાકોદય હોય અને મિશ્ર મોહનીય, મિથ્યાત્વ મોહનીયનો ઉપશમ તથા પ્રદેશોદય હોય તેમજ અનંતાનુબંધિ ચાર કષાયનો પ્રદેશોદય તથા ઉપશમ હોય એમ છ પ્રકૃતિ હોય તે ક્ષયોપશમ સમક્તિ કહેવાય છે.
આ ક્ષયોપશમ સમક્તિનું પ્રયોજન શા માટે ?
ઉપશમ શ્રેણિનું ઉપશમ સમક્તિ આ ક્ષયોપશમ સમક્તિથી પ્રાપ્ત થઈ શકે છે માટે તે ઉપયોગી છે. કારણ આ સમક્તિ વગર જીવો બીજા ઉપશમ સમક્તિને પ્રાપ્ત કરી જ શકતા નથી.
બીજા ઉપશમ સમક્તિને પામવાની પ્રક્રિયા શું હોય ?
ચાર થી સાત ગુણસ્થાનકમાં ઉપશમ સમક્તિ પામવા માટે સર્વ પ્રથમ અનંતાનુબંધિ ચાર કષાયને સર્વથા ઉપશમ કરવા પ્રયત્ન કરે છે, ત્યાર બાદ મિથ્યાત્વ મોહનીય ને ઉપશમાવવા પ્રયત્ન કરે, ત્યાર બાદ મિશ્ર મોહનીયને ઉપશમાવવા પ્રયત્ન કરે અને ત્યાર બાદ સમ્યક્ત્વ મોહનીયને ઉપશમાવવા પ્રયત્ન કરે છે.
બીજા ઉપશમ સમક્તિમાં ચાર થી સાત ગુણસ્થાનકમાં કેટલી પ્રકૃતિઓનો ઉપશમ હોય ?
આ સમક્તિમાં અનંતાનુબંધિ ૪-કષાય, મિથ્યાત્વ, મિશ્ર અને સમ્યક્ત્વ મોહનીય એમ સાત પ્રકૃતિનો સર્વથા ઉપશમ એટલે કે વિપાકોદય કે પ્રદેશોદય નો અભાવ થાય છે.
૧.
અનંતાનુબંધિની ઉપશમના કરવા માટે કઈ યોગ્યતા જોઈએ ? ઉપશમના કરવા માટે નીચે પ્રમાણે યોગ્યતા વાળા ગુણો હોય છે. ચાર થી સાત ગુણસ્થાનકમાં વિદ્યમાન કોઈપણ યોગે વર્તતો જીવ ૨. શુભ (તેજો-પદ્મ-શુક્લ) લેશ્યાવાળા હોય. સાકાર ઉપયોગી એટલે કે જ્ઞાન ઉપયોગમાં રહેલો અંતઃ કોટાકોટી સાગરોપમની સ્થિતિ સત્તાવાળો વિશુદ્ધ ચિત્તવાળો હોય છે.