Book Title: Karm Prakruti Part 01
Author(s): Abhayshekharsuri
Publisher: Jain Shwetambar Murtipujak Sangh Kolhapur

View full book text
Previous | Next

Page 10
________________ સમર્પણ જેઓ, સચ્ચારિત્ર ચૂડામણિ, બ્રહ્મચર્યમૂર્તિ, કર્મસાહિત્યનિષ્ણાત સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજાના અનન્ય કૃપાપાત્ર પટ્ટધર હતા. ★ વર્ધમાન તપની ૧૦૮ ઓળીઓ, આજીવન મેવા-મીઠાઈ વગેરેનો ત્યાગ, દૈનિક ૧૮ કલાક કે તેથી પણ વધુ પંચાચારની અપ્રમત્ત સાધના વગેરેથી મઘમઘતા જીવનદ્વારા જેઓએ હજારો સાધકો માટે આદર્શ પૂરો પાડ્યો હતો. લગભગ ૪૦૦ જેટલા સાધુઓનો જેમનો શિષ્ય પ્રશિષ્યાદિ પરિવાર આજે વિવિધ ક્ષેત્રોમાં અગ્રણી છે. ⭑ શાસ્ત્રીય સત્યોને કોઈની શેહ-શરમમાં તણાયા વિના નીડર રીતે પ્રકાશિત કરવાની સૂક્ષ્મપ્રજ્ઞા અને સાહસ જેઓ ધરાવતા હતા. ⭑ અનેક મહાત્માઓ જેના દ્વારા હજારો યુવકોને ધર્મમાં જોડી રહ્યા છે તે ધાર્મિક જ્ઞાનસત્ર (શિબિર) ના જેઓ આદ્યપ્રેરક અને વાચનાદાતા હતા. તે, ભવોદધિત્રાતા ન્યાયવિશારદ સકલસંઘહિતૈષી પૂજ્યપાદ સ્વ૦ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાને તેઓ શ્રીમદ્દ્ની મહતી કૃપાની આ નીપજનું કોટિશઃ વંદન સહ સમર્પણ..... C++ કર્મ અંગેના ઊંડા રહસ્યો પામવા માટે પૂ. આ. ભગવંતે સંકલિત કરેલ ‘શતક' નામે પાંચમા કર્મગ્રન્થના પદાર્થો (હેતુ દર્શક વિશદ ટીપ્પણો સાથે) પુસ્તકનો અભ્યાસ કરવા નમ્ર વિનંતી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 228