Book Title: Karm Prakruti Part 01 Author(s): Abhayshekharsuri Publisher: Jain Shwetambar Murtipujak Sangh Kolhapur View full book textPage 8
________________ હવે પરિશિષ્ટની વાત : પરિશિષ્ટ-૧(૩) માં બંધનકરણના કેટલાક ચાર્ટ આપ્યા છે. વર્ધમાન તપના ઉદ્યત તપસ્વી મુનિરાજશ્રી દિવ્યરત્નવિજયજીએ ઘણી જ ખંતથી આ ચાર્ટ તૈયાર કર્યા છે. એની સહાયથી તીવ્રતા-મંદતા વગેરે સમજવા જિજ્ઞાસુઓને સરળ પડશે. પરિશિષ્ટ-રમાં(૧)માં “ક્ષયોપશમ અંગેની વિચારણા કરી છે. મુખ્યતયા સિદ્ધાન્ત દિવાકર પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી જયઘોષસૂરિ મહારાજની જ આ પ્રરૂપણા છે. તેઓશ્રીએ કરેલા કાચા લખાણ–મુદાઓ પરથી મેં આ લખાણ તૈયાર કર્યું છે જેનાથી, ક્ષયોપશમ શું ચીજ છે ? એનો વાંચકોને સ્પષ્ટ બોધ થઈ શકશે એવી આશા છે. આ સંપૂર્ણ સંકલના દરમ્યાન દેવગુરુની અસીમકૃપા નિરન્તર વરસતી રહી છે. મૂળાકાર શ્રી શિવશર્મસૂરિ મહારાજ, ચૂર્ણિકાર ભગવંત, ટીકાકાર શ્રી મલયગિરિસૂરિ મહારાજ તથા શ્રી યશોવિજયજી ઉપાધ્યાય તેમજ ટીપ્પણકાર શ્રી મુનિચંદ્રસૂરિ મહારાજનો આ પ્રકાશનમાં સિંહફાળો છે જ. કર્મસાહિત્યનિષ્ણાત, સચ્ચારિત્રચૂડામણિ સિદ્ધાન્ત મહોદધિ સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજનો, વર્ધમાનતપોનિધિ, ન્યાયશાસ્ત્રવિશારદ, સકલ સંઘ હિતેષી સ્વ આચાર્યદેવ શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજનો, શ્રી સૂરિમ–પંચપ્રસ્થાનારાધક કર્મમર્મવિદ્ સહજાનંદી સ્વઆચાર્યદેવ શ્રીમદ્ વિજયધર્મજિતસૂરીશ્વરજી મહારાજનો, તથા શ્રી સૂરિમ7પંચપ્રસ્થાનારાધક પ્રભુભક્તિરસિક દક્ષિણ મહારાષ્ટ્ર પ્રભાવક (સ્વ) આચાર્યદેવ શ્રીમદ્ વિજયજયશેખરસૂરીશ્વરજી મહારાજનો દશ્ય-અદશ્ય અનુગ્રહ પણ આ પ્રકાશનમાં એવો જ મહત્ત્વનો ભાગ ધરાવે છે. પૂજ્યપાદ ગચ્છાધિપતિ આ. શ્રી જયઘોષસૂરિ મહારાજ તથા પૂજ્યપાદ સ્વ. આ. શ્રી ધર્મજિતસૂરિ મહારાજે આ ગ્રન્થનું અધ્યયન કરાવી અનહદ ઉપકાર કર્યો છે. તેમજ પૂજ્યપાદ જયઘોષસૂરિ મહારાજે આ પદાર્થોનું સંપૂર્ણ સંકલન સૂક્ષ્મદષ્ટિથી તપાસીને અનેક ક્ષતિઓને દૂર કરી છે તેમજ અનેક રહસ્યો ખોલી આપ્યાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 228