Book Title: Karm Prakruti Part 01
Author(s): Abhayshekharsuri
Publisher: Jain Shwetambar Murtipujak Sangh Kolhapur

View full book text
Previous | Next

Page 9
________________ આ પ્રકાશનનું સુંદર-સુઘડ સંપાદન કરનાર મુનિરાજ શ્રી દિવ્યરત્ન વિજયજી અને મુનિરાજ શ્રી અજિતશેખરવિજયજીનો તથા સહવર્તી સહાયગુણ સંપન્ન પ્રત્યેક મહાત્માઓનો સહકાર પણ કેમ ભૂલી શકાય ? ८ શાહૂપુરી, કોલ્હાપુરના શ્રી સંઘે આ પ્રથમ ભાગનો સંપૂર્ણ લાભ પોતાના જ્ઞાનનિધિમાંથી લઈ એક પ્રશંસનીય અને અનુકરણીય સુકૃત કર્યું છે. પ્રાન્ત, સર્વજ્ઞકથિત પદાર્થોથી જે કાંઈ વિપરીત નિરૂપણ આ સંકલનમાં, અનાભોગ-પ્રમાદ-વગેરેના કારણે થઈ ગયું હોય તેનું મિચ્છામિ દુક્કડમ્. ગીતાર્થ મહાત્માઓને, આમાં જે કાંઈ પદાર્થ ભૂલ જણાય એનું સંશોધન કરવા તેમજ મને જણાવવા માટે નમ્રભાવે વિનવું છું. તેમજ આ સંકલનાનો વધુમાં વધુ સ્વાધ્યાય કરી મારા પરિશ્રમને સફળતા બક્ષવામાં પોતાનો ફાળો નોંધાવવા પ્રત્યેક જિજ્ઞાસુઓને હું હાર્દિક પ્રાર્થના કરું છું. બીજાપુર વિ. સં. ૨૦૪૦ રેવદંડા વિ. સં. ૨૦૫૯ Jain Education International બીજી આવૃત્તિની પ્રકાશનવેળાએ ... g છેલ્લા ૮ ૧૦ વર્ષથી શ્રી સંઘમાં દીક્ષાઓ ઘણી થઈ રહી છે. એમાંનો મોટો ભાગ યુવક-યુવતીઓનો હોવાથી શ્રી કમ્મપયડી મહાશાસ્ત્ર જેવા ઉચ્ચસ્તરીય ગ્રન્થોનું પઠન-પાઠન પણ સારા પ્રમાણમાં વધ્યું છે. કર્મપ્રકૃતિ પદાર્થોના આ પુસ્તક પરથી ભણવા-ભણાવવામાં પદાર્થો સમજવા અને યાદ રાખવાની વધારે સરળતા થાય છે. તેથી બોધ વિશદ રીતે પ્રાપ્ત થવા છતાં સમય પણ ઓછો લાગે છે. આવો અધ્યાપકોનો તથા અધ્યેતાઓનો અનુભવ થવાથી આ પુસ્તકની માગ ખૂબ વધી છે. માટે આ બીજી આવૃત્તિનું પ્રકાશન કરતાં અમારો આનંદ આસમાને પહોંચ્યો છે. આ આવૃત્તિમાં પરિશિષ્ટમાં સર્વઉત્તરપ્રકૃતિઓના પતગ્રહસ્થાનમાં સંક્રમસ્થાનોનો સંવેધ પણ પૂ. આ. ભગવંતે ઉમેર્યો છે, જે બોધને વિશદ કરવા ઘણો ઉપયોગી બનશે. આ પ્રકાશનને પણ અધ્યાપકો અને અધ્યેતાઓ સારો પ્રતિસાદ આપશે એવી અપેક્ષા સાથે... મુનિ અભયશેખરવિજય વિજયઅભયશેખરસૂરિ For Private & Personal Use Only -પ્રકાશક. www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 228