Book Title: Karm Prakruti Part 01
Author(s): Abhayshekharsuri
Publisher: Jain Shwetambar Murtipujak Sangh Kolhapur

View full book text
Previous | Next

Page 6
________________ ૫ નહીં. સ્વયં એક પણ અપવાદ ન સેવનારા પરમાત્મા આટલી કક્ષાના અપવાદની જ્યારે અનુજ્ઞા આપે છે ત્યારે માનવું જ પડે કે એ કરુણાનિધિને ત્રણે કાળમાં ગમે ત્યારે કેવી કેવી પરિસ્થિતિ નિર્માણ થઈ શકે છે, એ પ્રત્યક્ષ દેખાતી જ હોવી જોઈએ. કમ્મપયડી અને કષાયપ્રાકૃત-ચૂર્ણિ જેવા મૂર્ધન્ય ગ્રંથો ધરાવતાં કર્મસાહિત્યનું પણ જો, સહૃદયતા અને વિચક્ષણતાપૂર્વક અવગાહન કરવામાં આવે તો ઉપરોક્ત લાગણી અનુભવાયા વિના રહેતી નથી. જેમાં મુખ્યતયા કોઈ ઉપદેશ નથી કે સાધનાપથનું માર્ગદર્શન નથી એવું પણ અતીન્દ્રિયતત્ત્વનું અત્યંત સૂક્ષ્મ-ગહન નિરૂપણ કરવાની અતીન્દ્રિયઅદર્શીને તો કલ્પના પણ થવી અશક્ય છે. માટે ‘પરમાત્માને કર્મની વિચિત્ર પ્રક્રિયાઓ હસ્તામલકવત્ પ્રત્યક્ષ હોવાથી જ આવું સચોટ નિરૂપણ થયું છે,’ એવું આત્મસંવેદન આ ગ્રન્થોના પઠન-પાઠન વખતે દુર્વેદ્ય નથી. ઉપરોક્ત આત્માના અવાજ દ્વારા સમ્યક્ત્વની પ્રાપ્તિ, નિર્મળતા અને દઢતા કરાવે, સાધકને અંતર્મુખ બનાવે, અતીન્દ્રિય તત્ત્વોના સ્વાધ્યાયમાં તલ્લીનતા વગેરે દ્વારા અપૂર્વ નિર્જરા કરાવી આપે એવો એક અજોડ ગ્રન્થ એટલે પૂર્વધર આચાર્ય ભગવંત શ્રી શિવશર્મસૂરિ નિર્મિત કર્મપ્રકૃતિ સંગ્રહણી. આજે સમસ્ત સંઘમાં આ ગ્રન્થનું એક અત્યંત વિશિષ્ટ આદરણીય સ્થાન છે. બહુશ્રુત અજ્ઞાત આચાર્ય નિર્મિત ચૂર્ણિ, મહાન તાર્કિક આચાર્યશ્રી મુનિચંદ્રસૂરિ નિર્મિત વિષમપદ ટીપ્પણ, સમર્થ ટીકાકાર આચાર્ય શ્રી મલયગિર મહારાજ અને મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ નિર્મિત ટીકાઓ... આ બધા વિવેચનગ્રન્થોએ આ ગ્રંથના અભ્યાસને સરળ બનાવવા સાથે એના ગૌરવમાં વધારો કર્યો છે એ સુજ્ઞોને સુવિદિત છે. પંચસંગ્રહકારે પણ આ વિષયનો એક સ્વતંત્ર વિભાગ તરીકે કરેલો સમાવેશ પણ એની મહત્તામાં વધારો કર્યા વિના રહેતો નથી. અતિગહન સૂક્ષ્મ પદાર્થોનું નિરૂપણ કરનાર આ મહાન ગ્રન્થનાં પઠનપાઠન પુનરાવર્તન-ચિંતન-મનન વગેરે વધુ સરળ બનવા દ્વારા એના પ્રચાર-પ્રસાર પણ અધિક થાય એવી ગણતરીથી, મુખ્યતયા ચૂર્ણિને આધાર તરીકે રાખીને, બહુ વિસ્તૃત નહીં અને બહુ સંક્ષિપ્ત નહીં એવું, આ પદાર્થોનું ગુજરાતી ભાષામાં સંકલન કરવાનો આ પ્રયાસ કર્યો છે. આ પ્રકાશન કેટલું ઉપયોગી નીવડશે એ તો અભ્યાસકોનો પ્રતિભાવ જણાવી શકે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 228