Book Title: Janyu ane Joyu
Author(s): Mansukhlal T Mehta
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 21
________________ એમ્પાયરની જાહોજલાલીના દિવસોમાં ત્યાંના અમીરે પેટ ભરી ખાઈ લીધા પછી તરત જ નો સ્વાદ માણવા ખાધેલા ખોરાકનું ઈરાદાપૂર્વક વમન કરી નાખતા. એટલે માનવજન્મ પ્રાપ્ત થયા પછી માનવે પશુ બનવું કે મહામાનવ બનવું તે વાત તેના પિતાના હાથની જ છે. તે ધારે તો પશુથી પણ અધમ કેટિને બની શકે અને છે તો દેવ કરતાં પણ વધુ મહાન બની શકે છે. આ પુસ્તકનું પ્રકાશન કરનાર શ્રી જૈન આત્માનંદ સભાને હું અત્યંત ઋણી છું તેમજ સંસ્થાને આ પુસ્તક પ્રકાશનના અર્થે આર્થિક સહાય આપનાર મારા કુટુંબી જેવા શ્રી. કપુરચંદ વીરજી સંધવીને પણ હું અત્યંત આભારી છું. - મારાં સદગત પત્ની અને હું આ પુસ્તકમાં પ્રાક્કથન લખી આપનાર “યોગ દષ્ટિ સમુચ્ચય”, “લલિત વિસ્તરા અને અધ્યાત્મ રાજચંદ્ર જેવા મહાન ગ્રંથના વિદ્વાન અને આત્માથી લેખક ડે. ભગવાનદાસ મહેતાના અનેક રીતે જ છીએ. સંયુક્ત રીતે કરેલા કરજને ભરપાઈ કરવાની જવાબદારી પણ સંયુક્ત રીતે જ રહેલી હોય છે, એટલે એમના ઋણને ભાર આ જન્મે હવે ઓછો કરવાની તો શક્યતા જ નથી રહી. આવા સામાન્ય પુસ્તકનું પ્રાણથન ડોક્ટર સાહેબ જેવા પાસે લખાવવું એ એક પ્રકારની મારી બાળચેષ્ટા છે એ વાતથી હું અજાણ નથી. પરંતુ તેમની જેવા આધ્યાત્મિક અને આત્માથીનું દેવું વધારવામાં પણ એક પ્રકારની લાલચ જ રહી છે આવા ઋણભાર સંબંધના કારણે અન્ય જજોમાં પણ તેમના જીવાત્મા સાથે સંબંધ ચાલુ રહી શકે એવી તીવ્ર ઈચ્છાથી મારા પરના એમના ઋણભારને વધારે કર્યો છે. આ માટે માત્ર તેમનો આભાર કે ઉપકાર માની એમની દેવામાંથી મુક્ત થઈ શકાય તેમ નથી અને એમ મુક્ત થવાનું હું પસંદ પણ ન કરું, તેથી એવી ધૃષ્ટતાથી દૂર રહું છું. 1. અંતમાં આ ગ્રંથમાં જે પ્રસંગે આપેલા છે તેમાંથી જે કાંઈ મનન કરવા યોગ્ય, આદરણીય અને ઓચરણીય લાગે તે ક્ષીર નીર ન્યાયે વિવેકપૂર્વક સુજ્ઞ વાચકે ગ્રહણ કરે એ જ અભ્યર્થના ! " ૧૧, પારસી બજાર સ્ટ્રીટ ) કેટ, મુંબઈ ૧૫–૧૭૦, '' ' } . મનસુખલાલ તારાચંદ મહેતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164