________________
२१. त्वमेव भर्ता न च विप्रयोगः ]
[ ૯૩ આપણી વચ્ચે વહી રહી છે, તેની આપણને ભાગ્યે જ ખબર પડે છે. આવા જ પ્રકારની એક સ્ત્રીની આ સાચી કહાણી છે.
ઈ. સ. ૧૯૫૫ના જૂન માસમાં નેપચુન વિમા કંપનીના એક પિોલીસી હેલ્ડર શ્રી. એસ. ગુરુસ્વામીના મૃત્યુ બાબતમાં તપાસ કરવા હું મદુરા ગયો હતો. ઈસ. ૧૯૪૯માં આ માણસે તેના બાળકનો વિમે કંપનીમાં લીધો હતો, પણ એ વિમાની પિોલીસીનો પ્રકાર માત્ર બચત એજનાનો હતો. ઈ. સ. ૧૯૫૪ સુધીમાં આ પિલીસી પર કુલ રૂ. ૩૦૦૦ની પ્રિમિયમની રકમ કંપનીને પ્રાપ્ત થઈ હતી અને આ તમામ ભરેલી રકમ મજરે આપવાની શરતે ગુરુસ્વામીએ કંપનીમાં રૂપિયા દશ હજારની પિોલીસી લીધી. પિોલીસી અગાઉના વરસમાં લીધી હોય તે રીતે પાછલી તારીખમાં ઈસ્યુ કરી આપી અને આ હિસાબ પેટે થેડી રકમ ગુરુસ્વામીએ કંપનીને આપવાની હતી. ૧૯૫૪ના ઓગસ્ટ માસમાં આ રકમ ભરવાને બદલે તા. ર૭–૧૨–૫૪ના તેણે આ રકમ ભરી અને ડૉકટરનો સારી તંદુરસ્તી માટેને રીપોર્ટ પણ આપે. આ ગુરુસ્વામી અચાનક તા. ૧૯-૩-પપના મરણ પામ્યો અને પોલીસી લીધા. પછી ત્રણ જ માસમાં મૃત્યુ થવાના કારણે કંપની માટે તપાસ કરવાનું જરૂરી બન્યું.
તા. ૧૨મી જૂન ૧૫૫ના દિવસે હું મદુરા પહોંચે. અમારી મદુરાની ઓફિસને માણસ પણ કદાચ આ કેસમાં સંડોવાયેલે હેય એમ માની મદ્રાસથી એક અનુભવી માણસ મી. બાલક્રીપ્શન મેનનને પણ મેં મારી સાથે રાખે. ડોકટરે પાસેથી તેમજ બીજી કરેલી તપાસમાં મરનાર ગુરુસ્વામી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org