________________
२१. त्वमेव भर्ता न च विप्रयोगः ]
[ ૯૯ ફીની રકમના રૂપિયા પણ કંપની આપવા તૈયાર છે. મારી અંગત સલાહ આપતાં વળી કહ્યું કે, મને એ અનુભવ છે કે આવા ગૂંચવણ ભર્યા કેસમાં ઘરમેળે પતાવટ થાય એ જ ઈષ્ટ છે, કારણ કે કોર્ટમાં વળી નવા નવા ઈસ્યુ ઊભા થાય છે અને તેને અંત જ આવતો નથી.
બીજે દિવસે અમારી મદુરાની ઓફિસે આવી મી. નાગાસ્વામી રૂપિયા પાંચ હજારનો ચેક તેમજ તેમની ફીના રૂપિયા અઢીસે લઈ ગયા. કંપનીને પાંચ હજાર રૂપિયાનો ફાયદો થયે તેના આનંદ કરતાં, પિલી પતિભક્ત બાઈને પાંચ હજાર રૂપિયા ઓછા મળ્યા તેનો મને ખેદ અને દુઃખ હતું. પરંતુ જે પરિસ્થિતિ અને સંજોગો ઊભા થવા પામ્યાં હતાં તેમાં આવી વ્યવસ્થા અનિવાર્ય હતી. મરનારે તબિયતની સાચી સ્થિતિ છૂપાવી કંપની સાથે ખરેખર છેતરપિંડી કરી હતી, કે કંપનીએ તકને લાભ લઈ પેલી બાઈને પાંચ હજારનું નુકસાન પહોંચાડ્યું, તે બાબત તે વખતે તેમજ આજે પણ મારા માટે કોયડા રૂપ જ રહી છે.
તે પછીના બીજા દિવસે પેલી વિધવા સ્ત્રીનું તેના સદુગત પતિ પ્રત્યેના પૂજ્ય ભાવનું સ્મરણ કરતો મદુરાથી જ્યારે મદ્રાસ જવા નીકળ્યા, ત્યારે કોઈ એ કહેલી નીચેની પંક્તિ મારા સ્મરણ પટ પર રમી રહી હતી –
- ઘેરી લીયે કંટક છે. ગુલાબને ? 1 ના આંચ આવે કશી યે સુવાસને.
(“આત્માનંદ પ્રકાશ ડિસેમ્બર ૧૯૬૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org