Book Title: Janyu ane Joyu
Author(s): Mansukhlal T Mehta
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 137
________________ ૨૩, લક્ષ્મીપૂજન ] [ ૧૧૧ માર્ગે દોરવવા વારાંગનાની સોબત કરાવી. ધનને નાશ થતાં વારાંગનાની પ્રીતિનો પણ અંત આવ્યું. પૂર્વજન્મના કર્મોદયના કારણે કૃતપુણ્યકને ધનાશેઠના મૃત્યુ પામેલા પુત્ર જિનદત્તશેઠની સંતાન વિહીન ચાર પત્નીઓના પતિદેવ તરીકે રહેવાનું થયું. બાર વરસના આવા દાંપત્ય જીવનના અંતે ચાર પુત્રોને પિતા થયે. પછી તો શ્રેણિકના રાજ્યને અમુક ભાગ મળે અને તેની પુત્રી મનોરમા સાથે લગ્ન પણ થયાં. પિતાના પૂર્વ જન્મની હકીકત અને સંસારની વિચિત્રતાનું સ્વરૂપ લાગવાન મહાવીર પાસેથી સમજાણું અને સંસાર પરથી દિલ ઉઠી ગયું. કૃતપુણ્યક શેઠે બધું છેડી દીક્ષા લીધી. ચોપડામાં લખાતાં કયવના શેઠ એ આ જ કૃત પુણ્યક શેઠ. એનું સૌભાગ્ય ઉત્તમ પ્રકારનું હતું તેમાં શંકા નથી, પણ અંતે તો એ સૌભાગ્યને છોડી તેમણે ત્યાગ-તપ-સંયમનો માર્ગ સ્વીકાર્યો. ચોપડામાં કયવન્ના શેઠનું સૌભાગ્ય માગનારાઓએ તેઓ કયવના શેઠના પૂર્વાધ કે ઉત્તરાર્ધ જીવનનું સૌભાગ્ય માગે છે તે જરા સમજી લેવું જોઈએ. કારણ કે ઉત્તરાર્ધ જીવનના સૌભાગ્ય પ્રાપ્ત કરવામાં કોઈ જાતનો અંતરાય નથી. દરેક વેપારી પિતે આજે પણ એ માર્ગે જવા મુક્ત છે. આવા મહાન આત્માઓએ રિદ્ધિ સિદ્ધિ પ્રાપ્ત કરેલી, તેવી રિદ્ધિ સિદ્ધિની માગણી કરતી વખતે તેમના અને આપણા જીવન જીવવાની પદ્ધતિ વચ્ચે કેવી અને કેટલી સુસંગતિ રહેલી છે, તેને આપણે વિવેકપૂર્વક વિચાર કરવો જોઈએ. ઇચ્છા મુજબ વસ્તુઓની પ્રાપ્તિમાં સાચું સુખ નથી, પરંતુ સાચું સુખ તે ઈચ્છાના અભાવમાં જ રહેલું છે. મહાન લબ્ધિઓ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164