Book Title: Janyu ane Joyu
Author(s): Mansukhlal T Mehta
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 145
________________ ર૪. ભાવના –ભાવનાશિની ] [ ૧૧૯ મુનિની આવી વાત સાંભળી લોકે દિમૂઢ બન્યા અને પૂછ્યું: “ભગવંત! એ કઈ રીતે!' જ્ઞાની મુનિરાજે આ વાતનું રહસ્ય ખુલ્લું કરતાં કહ્યું: ભગવાનને વહેરાવવાની જીર્ણશ્રાવકની ભાવના એટલી ઉચ્ચતમ ભૂમિકા પર હતી, કે જે દેવદુન્દુભી માત્ર થોડી પળ મેડી વાગી હોત તે, એવી તીવ્રતમ ભાવનાના ફળ રૂપે ત્યાં જ તેના ઘાતિ કર્મોને નાશ થઈ તેને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હત! પરંતુ દેવદુન્દુભીના કારણે તેની ભાવધારાનો ભંગ થયો અને કેવળજ્ઞાન પ્રાપ્ત થતાં રહી ગયું, પરંતુ આમ છતાં ભાવદષ્ટિએ ગોચરી વહોરાવવાનું ફળ તે તેને પ્રાપ્ત થઈ ચૂકયું જ છે! બીજી બાજુ અભિનવ શેઠે ભગવાનને ખીર વહોરાવી જ નથી અને આ વાતને જરાએ મહત્ત્વ આપ્યા સિવાય તેણે તો તેની દાસી પાસે માત્ર અડદના બાકળા જ વહેરાવ્યા છે. દ્રવ્યદાનનું મહત્ત્વ નહિવત્ છે, સાચું મહત્વ તે ભાવનું છે. ઉજજવલ અને નિર્મલ ભાવથી અપાયેલું દાન અગર માત્ર એવા દાનને દઢ સંકલ્પ પણ માણસના ઘાતિ કર્મોને નાશ કરવામાં નિમિત્તરૂપ બની શકે છે.” શ્રીમદ્ આનંદઘનજીએ તેથી જ કહ્યું છે કે :નામ અધ્યાતમ ઠવણ અધ્યાતમ, દ્રવ્ય અધ્યાતમ છેડે રે; ભાવઅધ્યાતમ નિજગુણ સાધે, તે તેહ શું ર૮ મંડેરે. (જેન શિક્ષણ સાહિત્ય પત્રિકા જાન્યુઆરી, ૧૯૭૦) છે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164