________________
૨૬. નીતિ અને ચારિત્રભ્રષ્ટતા ]
[ ૧૩૧ પૂ. ગાંધીજી પિતાની પાસે ત્રણ વાંદરાની એક સુંદર કલાકૃતિ રાખતા હતા. આ ત્રણમાંના એકે પિતાનું મુખ હાથ વડે ઢાંકી રાખ્યું હતું, બીજાએ પિતાની આંખો પર હાથ દીધા હતા અને ત્રીજાએ પોતાના હાથ બે કાન પર રાખ્યા હતા. એને બોધપાઠ એ હતો કે બૂરું બેલીશ નહિ, બૂરું જોઈશ નહિ, બૂરું સાંભળીશ નહિ. આજે જમાને બદલાઈ રહ્યો છે, હવે પૂ. ગાંધીજી વાળા વાંદરાની કૃતિ જૂની થઈ ગઈ છે. વર્તમાન વાંદરાની કૃતિમાં મુખ પર હાથ ઢાંકવાને બદલે મુખ આગળ માઈક્રોફાન (માઈક) પકડી રાખ્યું છે. આંખ પર હાથ રાખવાને બદલે આંખે પર બાઈનેકયુલર ( દૂરબીન) રાખ્યું છે. કાન ઢાંકવાને બદલે પિતાની હથેલી કાન પાછળ લઈ જઈ કાનને સરવા કર્યા છે, એટલે કે “બૂરું બોલજે, બૂરૂ જેજે અને બૂરું સાંભળજે.”
ગવિદ્યાનાં આજે હાટડાં મંડાવા શરૂ થયાં છે અને ત્યાં આ વિદ્યા ભાજીપાલાની માફક લીલામના ભાવે વેચનારા તત્ત્વજ્ઞાનીઓને પણ રાફડે ફાટવા લાગે છે. લુચ્ચે, બદમાશ, નાલાયક, હલકટ– કોઈપણ આવે, એને આ વર્તમાન તત્વજ્ઞાનીઓ માત્ર એક જ સેકંડમાં સમાધિને લાભ આપવાને દા કરે છે. શ્રી ઉમાસ્વાતિ મહારાજે તત્ત્વાર્થમાં “મૈથુન અબ્રહ્મ સૂત્ર આપેલું છે, પણ વર્તમાન તત્વજ્ઞાનીઓ તો પેલા વાંદરાની નવી કૃતિ માફક આ સૂત્રને ઉલટાવી કહેવા - લાગ્યા છે કે મિથુન બ્રહ્મ, મૈથુનને પણ તેઓ સમાધિ સાધવા માટે ચેગની એક પ્રકિયા રૂપ જ માને છે. મહર્ષિ પતંજલિના પણ ગુરુ કહેવરાવતાં આજના આ ઢોંગી અને દંભી ઉપદેશકે પાછળ, દેશના યુવાનો અને યુવતીઓ ઘેલાં બને એ હકીકત આપણું યુવાન પ્રજા કેવા કરુણ અધ:પતનના માર્ગે જઈ રહી છે તે બતાવી આપે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org