Book Title: Janyu ane Joyu
Author(s): Mansukhlal T Mehta
Publisher: Jain Atmanand Sabha
View full book text
________________
૧૧૪ ]
[ જાણ્યું અને જોયું તેમાં સંતોષ માન્ય. વિપુલ ધન ચાલી જતાં જિનદત્ત શેઠને લકે જીર્ણશ્રાવક તરીકે ઓળખવા લાગ્યા. ધન પ્રાપ્ત થતાં નાથિયામાંથી જેમ નાથાલાલ શેડ બની જવાય છે, તેમ ધન જતાં નાથાલાલ નામનું પરિવર્તન પણ નાથિયામાં જ થઈ જાય છે. જીર્ણશ્રાવકની બાબતમાં પણ લગભગ આમ જ બન્યું હતું. વિપુલ ધન અને વૈભવને ક્ષય થતાં નામને પણ ક્ષય થઈ જાય છે. આ રીત જગતમાં આજની નથી, અનાદિકાળથી આવી જ રીત ચાલુ રહેલી જોવામાં આવે છે.
હવે જીર્ણશ્રાવક દરરોજ પ્રાતઃકાળે ધ્યાનમગ્ન બેઠેલા ભગવાન મહાવીર પાસે વંદના અર્થે જવા લાગ્યા અને પાછા ફરતી વખતે વિનંતી કરતા કેઃ “પ્રભુ! આજે મારા ઘેરે ગોચરી લેવા જરૂર પધારજો.” જીર્ણ શેઠને ભગવાન તરફથી તો કશે પ્રત્યુત્તર ન મળતો. પણ તેમ છતાં તેને ખાતરી થઈ ગઈ કે ભગવાનની ઉગ્ર તપશ્ચર્યા પૂરી થતાં પારણને દિવસ જરૂર મારૂં આંગણું પાવન કરશે. એક, બે, ત્રણ અને ચાર માસ પૂરા થયા. ચાતુર્માસનો અંત આવ્યે એટલે વળતે દિવસે પ્રાતઃકાળે વંદન કરી વિનંતી કરતાં જીર્ણશ્રાવકે ભગવાનને કહ્યું. “પ્રભુ ! મને લાગે છે કે આજે આપના પારણને દિવસ છે અને તેથી મારા પર અનુગ્રહ કરી આપ જરૂર મારે ત્યાં ભિક્ષા લેવા પધારજે.”
જીર્ણ શ્રાવકનું હૃદય આજે અત્યંત પ્રસન્ન હતું. ભગવાન તેને ત્યાં ચોકકસ ગોચરી લેવા પધારશે એવા વિચારથી તેનું ચિત્ત આનંદવિભોર બની ગયું હતું. જે શેરીમાં પિતાનું મકાન હતું ત્યાં તેણે પાણી છટાવ્યું અને રસ્તામાં આસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164