Book Title: Janyu ane Joyu
Author(s): Mansukhlal T Mehta
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 138
________________ ૧૧૨ ] [ જાણ્યું અને જોયું રિદ્ધિ સિદ્ધિ અને અપરિમિત સુખ મળ્યાં છતાં, એમના અધિકારીઓએ એ બધામાં ન રાચતાં, તેને છોડી ત્યાગ-તપસંયમનો માર્ગ સ્વીકાર્યો હતો. સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોવા છતાં, અને તે માટે દરેક દિવાળીએ માગણી કરવા છતાં શા માટે હંમેશાં આપણને દુઃખ, ચિંતા, ઉદ્વેગ અને અશાંતિ અનુભવવાં પડે છે? ચોપડાના સરવૈયામાંથી આ હકીકત ન સમજી શકાય. ધર્મ સંબંધમાં મોટી મોટી વાતો કરતા હવા. છતાં આપણે દિવસે દિવસે ધર્મથી વિમૂખ થતા જઈએ છીએ અને આ કારણે જ દુઃખ, ચિંતા, ઉદ્વેગ અને વ્યાકુળતા આપણે અનુભવવાં પડે છે. આ બધું આપણા જ કૃત્યનું પરિણામ છે અન્ય કાંઈ નથી. આ રીતે દિવાળી વખતે આવક જાવકનું સરવૈયું કરી ચોપડા પૂજન કરનાર વેપારી પિતાની જીવન પદ્ધતિનું પણ સરવૈયું કાઢે અને આ દ્રષ્ટિને ખ્યાલ રાખી અન્ય જનોને સાલ મુબારક” કરે એ જરૂરનું છે. (સેવાસમાજ, તા. ૧-૧૧-૭૦) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164