Book Title: Janyu ane Joyu
Author(s): Mansukhlal T Mehta
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 129
________________ ૨૨. માનવ અને દેવ ] [ ૧૦૩ પૂ. મુનિરાજને શંખેશ્વરજી જવા માટેની વાત કરી, તેથી તેઓએ કઈ છોકરા સાથે મને ત્યાંના શેઠ શ્રી. રમણીકલાલ જેચંદને ત્યાં મોકલાવ્યું, અને તેણે આવવા જવાના રૂપિયા દશના ભાડાથી એક ગાડાની સગવડતા કરાવી આપી. - હારીજથી સવારના આઠ વાગે ગાડામાં બેસી શંખેશ્વરજી જવા રવાના થયે અને લગભગ બપોરે એક વાગે ત્યાં પહોંચ્યા. મંદિરના કમ્પાઉન્ડમાં દાખલ થતાં પહેલાં જ એક દુકાને અગિયાર શ્રીફળનું તોરણ પદ્માવતી માતાની દેરીએ બાંધી શકાય એ રીતે તૈયાર કરવાનું કહી દીધું અને પછી પૂજા કરી, તોરણ બાંધવાની ક્રિયા પૂર્ણ કરી અનન્ય ભક્તિ ભાવે જ્યારે પદ્માવતી માતાની મૂર્તિ સામે બે હાથ જોડી ઉભે રહ્યો, ત્યારે મારા આંતર મનમાં કોઈ નો પ્રકાશ પ્રગટ્યો. પરંતુ એ પ્રકાશના કારણે મને મારી જાત માટે શરમ અને આઘાત થયાં. મને લાગ્યું કે પદ્માવતી માતા પ્રત્યે ભાવ અને ભક્તિ દેખાડવાના ઓઠા નીચે, આ તો માત્ર છેતરપિંડી જ કરી છે. શંખેશ્વરજી જવાની ભીતરમાં માતા પ્રત્યેની ભક્તિ નહિ પણ સાચી વાત ચાની તાલાવેલી હતી. પછી તો આ આખીયે વાત મને એક પ્રકારના સોદા જેવી લાગી. પદ્માવતી માતાએ મારા પુત્રને રોગમાંથી મુક્ત કર, તેના બદલામાં મારે શંખેશ્વરજી જઈ તેમની સમક્ષ અગિયાર શ્રીફળ ધરવાં, અને તેના બાન તરીકે એ ક્રિયા પૂર્ણ થતાં સુધી મારે દૂધને ઉપગ ન કરે, આ જ અર્થ મેં કરેલા સંકલ્પમાંથી નીકળતો હતો. મને થયું કે માતા અને પુત્ર વચ્ચે આવા પ્રકારના કરાર થતા કદી સાંભળ્યા છે ? માતા તો પુત્રની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164