________________
२१. त्वमेव भर्ता न च विप्रयोगः
રાવણ પર વિજય મેળવી રામ, લક્ષમણ અને સીતા નંદીગ્રામ જઈ ત્યાંથી સૌ અયોધ્યા આવ્યાં અને ત્યાં રામચંદ્રનો રાજ્યાભિષેક થશે. બરાબર ચૌદ વર્ષ ઉપર જે અધ્યાથી તાપસના વેશમાં રામચંદ્ર પગપાળા વિદાય થયા હતા, તે અયોધ્યામાં રામચંદ્ર સિંહાસન પર બેઠા અને આખાય કોશલમાં તેમની આણ વર્તાવા લાગી. ત્યારપછી થોડે જ વખતે રામે સીતાને ત્યાગ કર્યો. અયોધ્યાવાસીઓની છૂપી માન્યતા હતી કે રાવણના મહેલમાં સીતા રહ્યાં એટલું જ તેમની પવિત્રતાનો નાશ કરવા માટે બસ છે, અને અયોધ્યાના મેલને દેનારા ધબીના મુખમાંથી આવી વાણું નીકળી ત્યારે રામચંદ્રજીને ભારે આઘાત થયો અને સીતાને અરણ્યમાં છેડી આવવાની એમણે લક્ષ્મણને આજ્ઞા કરી. લક્ષ્મણે સીતાને તમસ નદીને કાંઠે વાલમીકિના આશ્રમ પાસે છોડી દીધાં ત્યારે સીતાએ લમણ સાથે રામને સંદેશ મોકલાવતાં કહ્યું કેઃ “મૂથો વથાને ગમતાજ મેવ મ ન જ વિષયો ” અર્થાત જન્માન્તરે સાથ રહો તમારો, વિભક્ત નાહે કદી સાથે આપણે. સ્થૂલ દેહદૃષ્ટિએ તેઓ વિખુટા પડ્યાં પણ આંતરદષ્ટિએ કઈ તત્ત્વ તેમને વિખુટા પાડી શકે તેમ ન હતું. સીતામાતા થઈ ગયાને તો અનેક સૈકાઓ વીતી ગયા, પણ વર્તમાન જેવા ભિષણ કાળમાં પણ સીતામાતાની નાની નાની આવૃત્તિઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org