________________
૮૦ ]
[ જાણ્યું અને જોયું જ્યારે બીજા ટૂકડાની છરી બનીને તે કસાઈનું હથિયાર બને છે, પરંતુ પારસમણિને સ્પર્શ થતાં એ બંને કંચન સ્વરૂપમાં ફેરવાય છે.)
નરેન્દ્ર જેમ જેમ ભજન સાંભળતા ગયા તેમ તેમ તેના અંતરાત્મા પર ન પ્રકાશ પડવા લાગે. પેલી નર્તકીની અપાર આંતરિક સમૃદ્ધિ ને સૌદયને તેને સરસ ખ્યાલ આવ્યા. તેને ખાતરી થઈ કે ભવભ્રમણની દષ્ટિએ જીવમાત્ર સમાન છે. ભજન દ્વારા પ્રાપ્ત થયેલા જ્ઞાનમાંથી તેને લાગ્યું કે કોઈ પણ માનવ ઉચ્ચ નથી કે કોઈ નીચ નથી. ઉચ્ચતાના અભિમાનથી આત્મા કલંકિત બને છે.
નરેન્દ્ર તો વિદ્વાન, બુદ્ધિશાળી અને સંયમી સંન્યાસી. હતા, પણ આ ભજનના ઉપદેશથી તેમના જીવનમાં ભારે પરિવર્તન થયું. ભજન દ્વારા જે પ્રાપ્ત થયું તેની અસર તેના હદય પર એટલી તો સચોટ થઈ કે તેઓ ગદ્દગદ કંઠે પિલી નર્તકીને ઉદ્દેશી બોલી ઊઠયા : “માતા મેં ઘણને ઉપદેશ આપ્યો છે, પણ આજે તારી પાસેથી આ પરમ પવિત્ર ઉપદેશ સાંભળી હું ખરેખર પાવન થયો છું. ઉચ્ચપણાનો હર્ષ તેમજ નીચપણનો કેપ કરવો એ બુદ્ધિમાન પુરુષનું લક્ષણ નથી, તેની મને આજે ખાતરી થઈ ગઈ.”
તે પછી તે પાપીઓ પણ સંત હોઈ શકે છે એ ઉક્તિ મુજબ નરેન્દ્રને ઘણી હલકી પંક્તિના ચેરો અને લૂંટારાઓના સહવાસમાં પણ સંકોચ ઊડી ગયે. મધ્યભારતના પ્રવાસ વખતે ત્યજી દેવાયેલાં અને ઝાડુ કાઢનારાઓનાં કુટુંબમાં પણ તેઓ નિસંકેચપણે રહ્યા હતા અને તિબેટિયન જાતિના એક
ક્ષણ નથી, તે જણાનો છે ઉન થશે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org