________________
૨૦. “શોધો જ્ઞાનવતાં પુતઃ”
જ્ઞાનીઓને વળી ક્રોધ કે? એમ કહેવાય છે ખરું, પણ વાસ્તવિક જીવનમાં આપણે જોઈએ છીએ કે મહા જ્ઞાનીજને પણ ઘણી વખત કેધને વશ થઈ જાય છે. ધર્મશા તે ત્યાં સુધી કહે છે કે કામ જીત દુષ્કર છે, પણ ક્રોધ પર વિજય મેળવવાનું અત્યંત દુષ્કર છે. આપણા એક વિદ્વાન મુનિરાજે સાચું જ કહ્યું છે કે કિયા સુસાધ્ય છે, તપ સુસાધ્ય છે, જ્ઞાનસુસાધ્ય છે, નિયમે સુસાધ્ય છે; પણ એક વસ્તુ દુ:સાધ્ય છે અને તે કોનો નિરોધ.
કોધ ઉત્પન્ન થવાનાં અનેક કારણે હોય છે. માણસ માત્રમાં “અહમ” પડેલું હોય છે. આ “અહમ' જ્યારે ઘવાય છે ત્યારે માણસ ઉશ્કેરાય છે અને તેનામાં કોધ ઉત્પન્ન થાય છે. ક્રોધ થવાના કારણે માણસના શરીરમાં એક એવા પ્રકારની પ્રક્રિયા થાય છે કે જેનાથી એક “એડ્રીનાલીન' નામને પ્રવાહી પદાર્થ ઉત્પન્ન થાય છે, અને તે પદાર્થ લેહમાં મળતાં, લેહી ગરમ થાય છે. આ લેહી શરીરમાં ઝેરનું કામ કરે છે. આજના વિજ્ઞાને આ શોધ કરી છે. ધર્મશાએ સ્પષ્ટ રીતે કહ્યું છે કે જેને તું હણે છે, પડે છે, તે અન્ય કોઈ નથી પણ તું પિતે જ છે. આજના વિજ્ઞાનના નિયમો અને ધર્મશાસ્ત્રોએ કહેલી વાતમાં કેટલું બધું સામ્ય છે તે આ હકીકતપરથી સમજી શકાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org