________________
૭૮ ]
[ જાણ્યું અને જોયું ખેતરીના રાજા વચ્ચે વાર્તાલાપ ચાલી રહ્યો હતેા, ત્યારે નૃત્યકલાકારાની એક પાટી ત્યાં જઈ પહાંચી અને તેની મુખ્ય નતિકા, કાનને અતિપ્રિય લાગે એવા મધુર અવાજે એક ભજન ગાવાની તૈયારી કરવા લાગી.
નરેન્દ્ર તા એ વખતે પણ સંન્યાસી વેશમાં જ હતા, અને તે તેના નિયમપાલનમાં ભારે ચુસ્ત અને અત્યંત કડક હતા. તે સમજતા હતા કે વિકારાત્તેજક શબ્દોના પડનથી કે શ્રવણથી પતન થવાના પૂરો સંભવ છે, એટલે સંન્યાસીએ હરહંમેશ પ્રસુપ્ત કામવાસના જગાડે એવા સ‘ગીત વાજિંત્રથી દૂર જ રહેવું ઘટે. નૃત્યકારોની પાર્ટીનું કામ શરૂ થાય તે પહેલાં જ નરેન્દ્રે ત્યાંથી ઊભા થઈ ચાલી જવાની તૈયારી કરી.
ખેતરીના રાજા નરેન્દ્રના સ્વભાવથી સારી રીતે પરિચિત હતા, પણ તેના આમ એકાએક ચાલી જવાને કારણે નૃત્યકારનું ભારે અપમાન થતું લાગ્યું, અને તેથી એક ભજન સાંભળીને જવા વિનંતિ કરતાં કહ્યું : ‘આપણે લેાકેાના એ ભાગ પાડીએ છીએ, પાપી અને પુણ્યશાળી. પરંતુ તેમ કરવામાં ઘણી વખત ગભીર ભૂલ કરી બેસીએ છીએ. લેાકેા જેને સભ્ય અને પ્રતિષ્ઠિત માને છે એવી સ્ત્રીઓમાં આપણને કલ્પના પણ ન આવે એવી નિળતા-ઈર્ષા -પાપવૃત્તિ હાઈ શકે છે, ત્યારે વધારે આશ્ચય કારક હકીકત તે એ છે કે લેકે જેમને પતિત-પાપી-અધમ માને છે, એવી સ્ત્રીઓમાં પણ પશ્ચાત્તાપ, ભલમનસાઈ અને હૃદયની સાચી ઉદારતા ભારાભાર ભરી હેાય છે. માનવજીવનનાં મૂલ્ય એની ખાદ્ય રીતભાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org