________________
૪૦ ].
[ જાણ્યું અને જોયું વિપુલ સાહિત્ય આજે જોવામાં આવે છે. સદૂગત વીરચંદ ગાંધીનાં વ્યાખ્યાને એ રીતે જળવાઈ રહ્યા હતા તે માત્ર ભારતની પ્રજા માટે નહિ, પણ જગતની તમામ પ્રજા માટે ભારે ઉપયોગી થઈ પડત. પુષ્પ ખીલે છે, તે કઈ સુવાસ લે તે હેતુથી જ નહિ, પરંતુ ખીલવું એ એની પ્રકૃતિ છે અને સુવાસ ફેલાવવી એ એને સ્વભાવ છે. વીરચંદભાઈ એમનું આયુષ્ય અલ્પ હોવા છતાં ભારે સુવાસ ફેલાવી ગયા. જેનસમાજ એ સુવાસને લાભ ન લઈ શક્યો એ જૈન સમાજની કમનસીબી છે.
જે જમાનામાં શ્રી વીરચંદભાઈ પરદેશ ગયા તે જમાનામાં દરિયાપારના દેશમાં જવું અને અનાર્ય કે સાથે રહેવું એ પાપનું કાર્ય લેખાતું હતું. આજથી ૨૫૦૦ વરસ પહેલાં ભગવાન મહાવીર વિહાર કરી અનાર્ય પ્રદેશમાં ગયા હતા, એ હકીકત આજે આપણે સૌ જાણીએ છીએ. આજે તે પરદેશમાં જનારાઓ માન સન્માનને લાયક ગણાય છે, અને ભારતની પ્રગતિ પણ પરદેશનાં નાણું અને મદદથી જ થઈ રહી છે, એ હકીકત સૌ જાણે છે. પરંતુ તે વખતે પરિસ્થિતિ જુદી હતી. ભગવાન મહાવીરના ધર્મોપદેશના પ્રચાર માટે, ભગવાન મહાવીરના શાસનના ધર્મોપદેશક–એક મહાન શ્રમણની આજ્ઞા અને દોરવણી નીચે શ્રી. વીરચંદભાઈ પરદેશ ગયા હતા, તેમ છતાં, ભારતમાં પાછા ફર્યા બાદ રૂઢિચુસ્ત લેકેનું તેમની સાથેનું વર્તન અને વર્તાવ જૈન સમાજના માટે ભારે કલંકરૂપ હતાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org