________________
१३. परं वा परसंगं वा धम्म मन्नइ जो जडो
થોડાં વરસો પહેલાંની વાત છે.
વિદ્યાર્થીઓને સહાય આપવા માટે એક ટ્રસ્ટ તરફથી અરજીઓ માંગવામાં આવી હતી. તે અરજીઓમાં મારા એક નિકટના સંબંધી તેમજ દરેક રીતે સાધન સંપન્ન એવા એક વડીલ અને સ્નેહીજનના પૌત્રની અરજી જોઈ આશ્ચર્ય અને આઘાત થયાં.
અરજદાર વિદ્યાર્થીના પિતા એટલે પિલા વડીલ અને સ્નેહીજનના પુત્રને બોલાવી અરજી કરવાનું કારણ પૂછતાં તેણે જણાવ્યું કે તેના પિતાથી છૂટા થઈને તે મુંબઈમાં સ્થાયી થયા છે, અને તેની કફોડી આર્થિક પરિસ્થિતિના કારણે અરજી કરવી પડી છે. પિતાને પિતાથી ફારેગ થવું પડયું અને પિતાની સંપત્તિ પર હવે તેને કોઈ હકક રહ્યો નથી એ બધી વાત જાણતાં દિલને સખત આંચકો લાગ્યા.
પિલા સંબંધી અને સ્નેહી બારવ્રતધારી શ્રાવક છે અને તેના ગામમાં મુખ્ય શેઠ તરીકેની સારી પ્રતિષ્ઠા ધરાવે છે. ગામના તેમજ જ્ઞાતિના ફંડફાળામાં તેનું નામ મોખરે હોય છે. જિનમાર્ગની આરાધના પ્રત્યે અપૂર્વ પ્રેમ અને ચારિત્ર પણ ઉત્તમજ્ઞાન અને કિયા બંનેને એના જીવનમાં સુમેળ, એટલે મને વિચાર આવ્યો કે આ માણસ એક પિતા તરીકે પિતાના જ પુત્ર અને પૌત્રો સાથે આ બેહદે - વર્તાવ કેમ રાખતું હશે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org