________________
૧૫. દીર્ઘદ્રષ્ટા આ. વિજયવલ્લભસુરીશ્વરજી
જેમ ઋતુઓ અને સમય બદલાય છે તેમ જીવનવ્યવહારમાં પણ ફેરફાર કરવા પડે છે. આ રીતે ધર્મનાં મૂળત ત્રિકાલાબાધિત હોવા છતાં તત્ત્વોને નિરૂપતા અર્થોમાં ફેરફાર કરવા પડે છે. પ્રત્યેક સજીવ વસ્તુ ફેરફારને પાત્ર છે. જીવનને અર્થ જ પરિવર્તન છે. આપણા શરીરની અમુક ગ્રંથિઓ ઘસાઈ નકામી થતાં બીજી નવી તેજ પ્રમાણમાં ગોઠવાઈ જાય છે. આ રીતે ફેરફાર કરવા જરૂરી થાય ત્યારે તેમાં ફેરફાર કરવાના કારણે દિલગીર થવાની જરૂર નથી, પણ એવા ફેરફારે આપણે ન કરી શકીએ તે એ સ્થિતિ દુઃખદ. છે, કારણ કે ફેરફાર તે જ જીવન છે.
' દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની મહત્વતા જૈન સમાજ જાણતે હેવા છતાં, જૈન સમાજ તેને વર્તનમાં ઉતારી શકો નથી. કદાચ આ વસ્તુ આ સમાજ માટે એક શાપરૂપ છે. સિદ્ધસેન દિવાકર, આચાર્ય હરિભદ્રસૂરિજી અને આનંદઘનજી જેવા જ્ઞાની મહાત્માઓને પણ આ કારણે જ સહન કરવું પડ્યું છે. સમાજના હિતાર્થે શ્રમણ સંઘ ઘણું ઘણું કરી શકે તેમ છે, પણ સમાજ અને રાષ્ટ્રનાં કામમાં આરંભ-સમારંભ છે અને તેથી આ માર્ગ બંધનરૂપ છે-મેક્ષમાર્ગ તેથી જુદે છે, આવી સંકુચિત સમજણ જૈન સમાજમાં પ્રવર્તે છે. તેમ છતાં સમયને ઓળખનારા અને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org