________________
૧૮ ]
[ જાણ્યું અને જોયું ૧૨, ૬-ભારતીનિવાસ સોસાયટી એલિસબ્રિજ, અમદાવાદ નં. ૬
તા. ૨–૬–૧૪. ચિ અરુણ,
શુભ આશીર્વાદ. તારા બાપુજીના પત્રથી જાણ્યું કે તું ઘણું સારા ગુણ મેળવીને મૅટ્રિકની પરીક્ષામાં પાસ થઈ છે. આ જાણીને અમે બંને બહુજ રાજી થયાં છીએ, અને હવે પછી દિનપ્રતિદિન તારો અભ્યદય વધતો રહે એમ જગન્નિયંતા પરમેશ્વર પાસે પ્રાર્થના કરીએ છીએ. જે કે મેં તારા પર કદી પત્ર નથી લખ્યા. હા, તને અવારનવાર આશીર્વાદ મેકલવાનું ચાલુ રહ્યું છે. પરંતુ આ ટાંકણે તારા ઉપર પત્ર લખવાનું મને વિશેષ મન થઈ આવે છે, તેને રોકી શકતો નથી. મેટ્રિકમાં પહેલી જ વારને પ્રયાસે પાસ થઈ જવું અને તે પણ સારા ગુણ મેળવીને તે આ જમાનામાં ઘણું વિરલ બને છે. જે વિદ્યાર્થીઓ અભ્યાસમાં દત્તચિત્ત હેય, ખંતીલા હોય તેઓ જ પહેલીવાર જીતી જાય છે. તે પહેલી જ વારે જીતી ગઈ તે માટે તેને અમારા સેંકડો શુભ આશીર્વાદ છે.
જીવનમાં આ એક વિકાસનું પ્રથમ પગથિયું છે. હવે બીજું પગથિયું કયું હોવું જોઈએ? તે વિષે તને થોડું સૂચન કરવાની મારી ફરજ સમજીને આ લખવા બેઠે છું. અહીંની એલ. ડી. આર્ટસ કોલેજમાં હું ૧૫–૧૬ વરસથી ભણાવું છું, તેથી કલેજ વિષે મારે જે પ્રત્યક્ષ અનુભવ છે તે જ તને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org