________________
૫. સિમલાનું મંદિર અને શ્રમણ બળગોળ
૬ઠ્ઠી સપ્ટેમ્બર ૧૯૫૩ એટલે કે પર્યુષણ પર્વના બીજે દિવસે મારી કંપનીના એક અગત્યના કામ અર્થે મારે સિમલા જવું પડ્યું, અને હું ત્યાં તા. ૮મી સપ્ટેમ્બરે પહોંચે.
એ દિવસો પર્યુષણ પર્વના હતા, અને સંવત્સરીના દિવસે તે મારો ઈરાદો પાછા મુંબઈ આવી પહોંચવાનું હતું. પરંતુ સરકારી કામ હતું, એટલે કદાચ બે દિવસ વધુ પણ રોકાઈ જવું પડે, એવી ગણતરી કરી જતી વખતે પયુંષણમાં જરૂર પડે એવાં ઉપકરણો સાથે લઈ લીધાં હતાં. તા. ૧૨ મી એ સંવત્સરીને દિવસ હતો, અને મારે સિમલામાં જ સંવત્સરી પ્રતિક્રમણ કરવું પડ્યું.
સિમલામાં વેતામ્બર સંપ્રદાયનું કોઈ જૈન મંદિર નથી. પણ તપાસ કરતાં માહિતી મળી કે ત્યાંની ૬ઠ્ઠી ગલીમાં દિલ્હીવાળા મથુરાદાસ પ્રભુદયાળનું એક દિગમ્બર જૈન મંદિર છે. ભાદરવા સુદિ ચોથના વહેલી સવારના મારી હોટલના કમ્પાઉન્ડમાંથી પૂજા માટેનાં ફૂલે તથા મુંબઈથી લઈ ગયેલ સફરજનનું ફળ લઈ હું ત્યાં પૂજા કરવા ગયા. પૂજાનાં કપડાંની જોડ તે મારી સાથે હતી.
મંદિરમાં જઈને ત્યાંના વ્યવસ્થાપકને હું વેતામ્બર જેન છું, અને પર્યુષણ હોઈ (દિગમ્બર સંપ્રદાયના પર્યુષણ આપણા પર્યુષણ પુરા થયા પછી શરૂ થાય છે) મારે મંદિરમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org