________________
૨૦ ]
[ જાણ્યું અને જોયું કૉલેજે આપણા જીવન માટે ભારે ખતરનાક અને જીવનના મંડપને વણસી નાખે એવી મને મારા પ્રત્યક્ષ અનુભવથી દેખાય છે. એકવાર પાલીતાણાવાળા નગરશેઠે તેમના પૌત્ર માટે કેલેજમાં દાખલ થવા વિષે પૂછેલું, તેને મેં જવાબ આપેલો કે ઘરને ધંધે હોય તો તેને તેમાં જ ગોઠવી છે, અને પૈસા વધારાના હોય તે છોકરાને બગાડવા કોલેજમાં મૂક હોય તે ભલે. તારા અભ્યાસ વિષે મારા તરફથી કેઈ સહાયતાની જરૂર હોય તે જરૂર તું મને લખજે. હું તે ઈચ્છું કે તું સારૂં સંસ્કૃત, ગુજરાતી અને અર્ધમાગધી તથા અંગ્રેજી શીખીને એક સારી લેખિકા અથવા સંપાદિકા બની જા, પણ આ જોગ તને ક કેલેજ સિવાય બીજે થવાને સંભવ જ નથી. આ પત્ર નિરાંતે વાંચજે અને ગંભીરપણે વિચારજે.
–બેચરદાસ (જેન શિક્ષણ સાહિત્ય પત્રિકા, જૂન-૧૯૬૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org