________________
[ ૧૮
૪. સહશિક્ષણ ] જણાવું છું. તું દીકરે છે અને મારા જ શાસનમાં હેત તો તને તરત જ કહી દેત કે બાપુ! ધંધામાં ગોઠવાઈ જાઓ, કોલેજમાં જવાનું આપણું કામ નથી. જ્યારથી કોલેજમાં હું દાખલ થયે છું ત્યારથી દિવસે દિવસે તમામ કલેજે એટલે મુંબઈ પ્રાંતની કે બીજા પ્રાંતની તમામ કોલેજોનું વાતાવરણ હીન, હીનતર, હીનતમ થતું હું પ્રત્યક્ષ નજરે જોયા કરું છું અને કલાસમાં વિદ્યાર્થીઓને કહું છું પણ ખરે કે ભાઈ ! શા માટે વખત બગાડે છે અને પિતાને પણ શા માટે અપવ્યય કરે છે? ધંધા ઉદ્યોગમાં લાગી જાઓ તો તમને અને તમારા કુટુંબને જરૂર ફાયદો થશે. આ ઉપરથી તને કોલેજના હીનતમ વાતાવરણને ખ્યાલ આવશે. દુર્ગુણે, વ્યસન અને ઉદ્ધતાઈના સંસ્કારે વિદ્યાથીઓ પૈસા અને વખત બગાડીને મોટે ભાગે કોલેજોમાંથી ખરીદે છે, અને પરિણામે બેકાર બનીને જીવનની નિષ્ફળતા અનુભવે છે. તેમ છતાં તારું જે આગળ અભ્યાસ કરવાનું મન જ હોય અને તારા વડિલેની સંમતિ હોય તો તું ત્યાં કેવળ છોકરીઓની કૉલેજમાં જા તે ઉચિત કહેવાય. કોલેજ ત્યાં છે જ, તેમાં જે અભ્યાસક્રમ છે તે છેકરીઓને ભવિષ્યમાં વિશેષ ઉપયેગી નિવડે એ રીતે ગોઠવેલ છે. ગૃહવિજ્ઞાન, શીવણ, રાંધણ, બાળઉછેર વગેરે વિદ્યાઓ છોકરીઓનાં જીવનમાં વિશેષ લાભકારક નિવડે છે અને તે સાથે ભાષા, ઇતિહાસ, ભૂગળ અને ગણિત વગેરે ઉપયેગી વિષયે પણ હોય છે. વળી માનું છું કે તારા ઘરથી તે કલેજ દૂર પણ નથી. જે તારે કોલેજમાં જવું જ હોય તે મારી આ નમ્ર સૂચના–ભલામણ છે. આ સિવાય બીજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org