________________
૯. ભગવાન મહાવીરના એક સાચા ઉપાસક
- જૈન સંસ્કૃતિ અને સાહિત્યમાં સંયમધર્મ તરફ વળતાં તેમજ સમાજસેવાને વરેલાં એવાં મનુષ્યનાં ચરિત્રની રૂપરેખા જાળવી રાખવાની પ્રથા છે. આર્યસંસ્કૃતિના સાહિત્યમાં પણ ઉપનિષદ, મહાભારત અને પુરાણ ગ્રંથમાં કર્મવેગ, જ્ઞાનયોગ તેમજ ભક્તિયેગને વરેલાં એવા અનેક મનુષ્યના ચરિત્રો આપણે જોઈ શકીએ છીએ. જેનધર્મના મૂળભૂત સાહિત્યમાંના સાતમા અંગમાં ભગવાન મહાવીરના દશ ઉપાસકોના જીવનની રૂપરેખા પણ બતાવવામાં આવી છે.
વિકમની વીસમી સદીમાં ભગવાનના આ દશ ઉપાસકોની હરોળમાં મૂકી શકાય એવા જે ચેડા શ્રાવક થઈ ગયા, તેમાં શ્રી વીરચંદભાઈ રાઘવજી ગાંધીનું નામ અગ્રસ્થાને આવે છે. એમની જન્મશતાબ્દિને ઉત્સવ તા. ૨૫–૮–૧૯૬૪ના દિવ્ય જ્ઞાન સંઘ સંચાલિત સ્વ. વીરચંદભાઈ રાઘવજી ગાંધી સ્મારક સમિતિએ મુંબઈના કોટ જેન ઉપાશ્રયમાં પૂજ્ય મુનિરાજ શ્રી ચિત્રભાનુની નિશ્રામાં ભવ્ય રીતે ઉજવ્ય.
સગત વીરચંદભાઈ ગાંધીને જન્મ તા. ર૫-૮-૧૮૬૪ ના દિવસે સૌરાષ્ટ્રમાં મહુવા ગામે થયે. મહુવા અતિ પ્રાચીન અને ઐતિહાસિક શહેર છે, અને મહુવાની ભૂમિમાંથી જૈન સમાજને અનેક રને સાંપડ્યાં છે. શાસનસમ્રાટ, તીર્થોદ્ધારક, તીર્થરક્ષક સદ્ગત શ્રી. વિજયનેમિસૂરીશ્વરજી તેમજ સદ્ગત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org