________________
છે. સંવત્સરીની કણ કહાણી ]
' [ ૯ અને તેથી ક્રોધના આવેશમાં આવી જઈ ત્યાંના પ્રતિક્રમણ કરનાર ભાઈ બહેનને કહી દીધું કે હવે શાંતિ થઈને તમને! તમે ભલે હવે ત્યાં સંડે નચાવો ! ' '
મારા ઉપરોક્ત કથનથી ત્યાં ખળભળાટ મચી ગયે. મારા બેલવાને એ અર્થ કરવામાં આવ્યો કે ત્યાં પ્રતિક્રમણ કરવા આવનાર બહેનોને મેં નાચનારીઓ કહી. રાતે મારા રૂમમાં હું સૂતો હતો ત્યાં મારી પત્ની પ્રતિક્રમણ કરી મને
જ્યારે ખમાવવા આવી ત્યારે તેનાં ચક્ષુઓમાંથી અશ્ર ટપકી રહ્યાં હતાં. ઉપવાસી પત્નીને મેં ભારે અશાતા ઉપજાવી હતી તે હું જોઈ શક્યો. મેં મારા બેલેલા શબ્દોનો કે ઊંધો અર્થ ઘટાવાય છે તે તેને સમજાવ્યું અને આવેશમાં આવી જઈ કરેલા અપરાધ માટે અંતઃકરણપૂર્વક ક્ષમા માગી. જે પત્નીની નજરે હું સંયમી, અદ્વેષી અને અક્રોધી હતો, તેની જ સામે ગુનેગાર તરીકે ઊભા રહેતાં જે શરમ અને આઘાત મને થયા તે કરતાં અનેકગણી શરમ અને આઘાત મારા વર્તનના કારણે તેના અંતરાત્માને થયાં.
વળતે જ દિવસે તે વખતના દૈનિકપત્ર “જયભારતમાં મારાથી થયેલા અપરાધની મેં જાહેર માફી માગી. આમ આ વાતને જે કે અંત આવી ગયે, પણ આ બનાવમાંથી મને જે બધપાઠ મળે તે તો જીવનના અંત સુધી પણ હું ભૂલી શકું તેમ નથી.
તે પછીથી, ક્રોધ અને ગુસ્સાનું પ્રદર્શન થાય તે પહેલાં જ મારા સદુગત પત્નીની સંવત્સરી પ્રતિક્રમણ પછીની પેલી અશ્રુભીની આંખે મારી સમક્ષ ખડી થાય છે અને ક્રોધ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org