________________
૪. સહશિક્ષણ - ઉનાળામાં લાંબી રજાઓ પછી હવે કોલેજોની નવી ટર્મ શરૂ થશે. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં આ વખતે એસ. એસ. સી. ની પરીક્ષામાં ઘણી બહેને ઉત્તીર્ણ થઈ છે, અને તે પૈકીને મોટે ભાગ આગળ અભ્યાસ અર્થે કોલેજોમાં પણ દાખલ થશે. ' માર્ચ ૧૫૪ માં મારી નાની પુત્રી જે એ વખતે માત્ર પંદર વરસની હતી, તે એસ. એસ. સી. ની પરીક્ષામાં પાસ થઈ મુંબઈની સિદ્ધાર્થ કોલેજમાં દાખલ થઈ, પણ એ વખતે મને એક વિચિત્ર મૂંઝવણ ઊભી થઈ
કોલેજમાં સહશિક્ષણના કારણે યુવાન વિદ્યાર્થીઓ, વિદ્યાર્થિનીઓ પરસ્પર છૂટથી હળે મળે, સાથે હરવા ફરવા જાય, અભ્યાસના નિમિત્તે એકાંતમાં બેસે–અને આમ છતાં તેઓ નિર્વિકારી રહે અને નાજુક પરિસ્થિતિમાં ન મુકાઈ જાય, એ વાત એ વખતે મને મુશ્કેલ લાગતી, અને હવે આજના નાટક-સિનેમાના યુગમાં એ વાત લગભગ અશક્ય લાગે છે. - જૈન દર્શન નિમિત્ત કારણને પણ ઉપાદાનના ઉત્તેજક માને છે, અને તેથી જ વ્યક્તિ માત્ર–પુરૂષ તેમજ સ્ત્રી બંનેના માટે નિમિત્ત કારણોથી સાવધ રહેવા શાસ્ત્રોમાં ભારપૂર્વક જણાવવામાં આવ્યું છે. - ઉત્તરાધ્યયન સૂત્રમાં કપિલ અને બ્રહ્મદત્તની બે જુદી જુદી કથાઓને ઉલ્લેખ છે. કપિલને વિદ્યાથી અવસ્થામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org