Book Title: Jain Tirthono Itihas Author(s): Mahabodhivijay Publisher: Jinshasan Aradhana Trust View full book textPage 7
________________ JN N N N N N યયયયય આમ થવાનું કારણ શું હશે ? આવા નયનરમ્ય તીર્થો અને તેમાં બીરાજમાન રમણીય જિનપ્રતિમાજીઓના દર્શન કર્યા પછી આત્માને એ તીર્થો અને તીર્થંકરભગવંતો પ્રત્યે પ્રેમ કેમ જાગતો નહિ હોય ? A અનેક કારણો આમાં હોઇ શકે. એમાંથી મને એક કારણ આ પણ લાગે છે જોઇએ તેટલી તે તીર્થોના ઇતિહાસની જાણકારીનો અભાવ. તે તે તીર્થોનો પરિચય જાણવા મળે તો તે તીર્થો અને તારક દેવાધિદેવ પ્રત્યે પ્રેમ જાગ્યા વિના ન રહે. એક નિયમ છે - પરિચય વિના પ્રેમ કદી જામતો નથી.’ પરિચય વિનાનો પ્રેમ કાંતો ઉપલકીયો હોય, કાંતો અધકચરો હોય. ઉભરાની જેમ તેને ઉભરતાય વાર નહિ અને શમી જતાય વાર નહિ. - તીર્થયાત્રા કરવા જતા આજના યાત્રિકોને બાવન પત્તાની કેટ, કેસેટ થી માંડીને દાઢી કરવાના સામાન સુધીની ઝીણામાં ઝીણી વસ્તુઓ લેવાનું યાદ આવે છે, પણ તારક તીર્થોનો પરિચય દર્શાવતી નાની બુકલેટ ભેગી રાખવાનું એને સૂઝતુંય નથી. પધરાવવામાં પ્રત્યેક તીર્થોની સ્થાપના પાછળ તેનો આગવો ઇતિહાસ હોય છે. સદ્ભાગ્યે આજે ઘણાખરા તીર્થોનો ઓછો-વધતો ઇતિહાસ પ્રાપ્ત થાય છે. તીર્થની સ્થાપના કોણે કરી ? કયા કારણે કરી ? કઇ સાલમાં કરી ? કયા ગુરૂભગવંતની નિશ્રા અને પ્રેરણાથી કરી ? કેટલું દ્રવ્ય ખર્ચાણું ? કેટલી પ્રતિમાઓ આવી? મોગલયુગમાં તીર્થોનો ધ્વંસ જૈનાચાર્યો અને જૈન સંઘોએ ભેગા મળી રીતે અટકાવ્યો ? વગેરે વગેરે અનેક માહિતીઓ ઇતિહાસ દ્વારા પ્રાપ્ત થાય આમ તીર્થોનો ઇતિહાસ જાણ્યા પછી તે તીર્થોના દર્શન કરતી વખતે દીલમાં તે તીર્થો પ્રત્યે અહોભાવ જાગ્યા વિના ન રહે. કેવી છે. જ્ઞાનવિજયજીએ આજથી લગભગ ૭૦ વર્ષ પૂર્વે ઇતિહાસવિદ્ મૂનિશ્રી પરિશ્રમ ઉઠાવી પ્રસ્તુત ‘જૈન તીર્થોનો ઇતિહાસ’ પુસ્તકનું આલેખન કર્યું છે. જેમાં તે સમયના પ્રસિધ્ધ અને કેટલાક અપ્રસિદ્ધ એમ ૩૭ તીર્થોનો પ્રાપ્ત ઇતિહાસ સમાવવામાં આવ્યો છે. મુખ્યતયા આ પુસ્તકમાં તે તે તીર્થોની સ્થાપના કઇ રીતે Jain Educationa International N N N N N N N N N N N N N N N N N PRIPIPR INNNNNNNNNNNNJJJJJJJMILY For Personal and Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 78