________________
સુધાબિંદુ એ ગુણની પિષક સામગ્રી અને શેષક સામગ્રી ખ્યાલમાં આવી જાય છે.
ગુણ કેળવનાર પિતાને રુચતે ગુણ કેળવવો એ સર્વશ્રેષ્ઠ છે અને બીજાના ગુણમાં કાંઈ નથી એમ માનવું એ પિતાના ગુણની કિંમત ઘટાડવાનું મોટામાં મોટું કારણ છે. એથી વખત જતા નિજગુણને નાશ થાય છે અને અન્ય ગુણ આવી શકતા નથી. નિજગુણના રક્ષણ સાથે ઈતર ગુણની અનુમોદના એ
ગુણવૃદ્ધિનું પરમ સાધન છે. ૨૮. સમર્થ પર રાખેલ વિશ્વાસ ફળ આપવામાં વિલંબ
કરે તે માનવું કે ખામી વિશ્વાસમાં છે, નહિ કે
જેના પર વિશ્વાસ રાખેલ છે તેમાં. ૨૯. વ્યવહારમાં એમ કહેવાય છે કે ડફણાં વગર ગધેડા
સીધા ન ચાલે–પણ એથી ગધેડાને વારંવાર ડફણાં માર્યા કરવા એ વ્યાજબી નથી. ડફણાં માર્યા કરવાની ટેવવાળે ગધેડાને માટે ગ્ય ન ગણાય. ગધેડાઓ ડફણું ખાય, પણ જાતિવંત ઘોડાઓ એ સહન ન કરે. ડફણાં મારવાની ટેવવાળે જે જાતિવંત ઘોડાને ડફણું મારે તે પરિણામ એ આવે કે તે ઘને છે પડે કે તે ઘડાને છેડે. એટલે જે રીતે જેની પાસેથી ઉચિત કાર્ય કરાવાતું હોય તે રીતે તેની પાસે કાર્ય કરાવવું અને તે રીત પણ તે કાર્ય કરાવવા પૂરતી અજમાવવા એ હિતકર છે.