Book Title: Jain Shikshavali Sudhabindu
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 45
________________ ૪૪ સુધામિ, ૧૨૩. વૃત્તિનું વારણ ને વાળણ એ બેમાં ઘણું અન્તર છે. વારણ-નિવારણ કરવામાં બળ વાપરવું પડે છે, અને તેના પ્રત્યાઘાત પડે છે. જ્યારે વાળણ એટલે સારે માગે વાળી લેવામાં બહુ બળની જરૂર હતી નથી, પણ આવડતની આવશ્યકતા રહે છે. વાળણુ કરતાં આવડે તે પરિણામ સારું આવે છે અને પ્રત્યાઘાત આવતા નથી. છતાં કેટલીક વૃત્તિઓ એવી હોય છે કે એનું વાળણુ ઘણુ વખત સૂઝતું હેતું નથી. એનું વાળણ કરવું અનિવાર્ય હોય છે, એવી વૃત્તિઓનું વાળણ જી શકાય તે વિશેષ ઈષ્ટ છે. પણ એ ન શકાય તે વારણ કરવું એ પણ ઈટ છે. ૧૨૪ અગ્નિના એક તણખાને કહેવું નથી પડતું કે તું કચરાને બાળ. એમ ધર્મના અંશને પણ કહેવું નથી પડતું કે તું પાપને પ્રજાળ. પાપને પુંજ, એમને એમ રહેતું હોય તે સમજવું જોઈએ કે ધર્મને સત્ય અંશ હજુ સાંપડયે નથી. બનાવટી ધર્મ કરે અને પરિણામ તપાસ્યા કરવું એ નરી મૂઢતા છે. સત્ય ધર્મ મેળવવા પ્રયત્નશીલ રહેવું. જ્યાં સુધી જે ધર્મ આચરતા હોઈએ એ છેડે નહિ. એ જેવા તેવા ધર્મનું આચરણ જ એક વખત સત્ય ધર્મની પ્રાપ્તિ કરાવશે. એ છૂટી જશે તે ધર્મ જ દૂર ચાલ્યા જશે. પછી સત્ય કે અસત્ય

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66