________________
૫૦
સુધાબિંદુ ૧૩૫. મિથ્યાદૃષ્ટિ છે. જ્યારે સુખી હોય છે ત્યારે
બમણે અનર્થ થાય છે. એક તે એ સુખ ભોગવીને પિતાનું પુણ્ય ખલાસ કરતે હોય છે અને નવું પાપ બાંધતે હોય છે. બીજું તેને જોઈને પણ પાપ પ્રત્યે અનુરાગ જાગે છે, અરુચિ તે જન્મતી નથી. એટલે મિથ્યાષ્ટિ, આત્મસુખે સુખી હોય, થાય, એવી અભિલાષા કરણીય છે, નહિ કે અન્ય
પ્રકારે. ૧૩૬. ૧. સ્વનિંદા–પરપ્રશંસા
૨. પરનિંદા-સ્વપ્રશંસા ૩. સ્વનિંદા-સ્વપ્રશંસા ૪. પરનિંદા–પરપ્રશંસા આમ નિંદા અને પ્રશંસાના ચાર ભાગ પડે છે તેમાં પ્રથમ પ્રકારમાં વિરલ જન હોય છે. જ્યારે બીજા પ્રકારમાં જગત આખું છે, એમ કહીએ તે તે અતિશકિત જેવું નથી. ત્રીજા પ્રકાર અને ચેથા પ્રકારમાં પણ છેડા ઘણું માણસ મળી
આવે છે. ૧૩૭. ગમે તેની નિંદા કરવામાં આવે પણ તેમાં દુર્ગ
સાથે સમાગમ કરે પડે છે. જ્યારે પ્રશંસા ગમે " તેની કરવામાં આવે તેમાં ગુણેને સમાગમ થાય છે. ૧૩૮. સુખના દિવસોમાં દુઃખની યાદ મધુર લાગે છે અને , દુખના દિવસોમાં સુખની યાદ કડવી લાગે છે.