Book Title: Jain Shikshavali Sudhabindu
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 59
________________ ૧૮ સુધા'િદુ દેખાડે છે કે નહિ એ જોવા, પણ એ કાણું છે, કેવા છે, તે તરફ વધુ પડતી દૃષ્ટિ ન રાખેા. ૧૬૯. કાઇપણ પ્રયત્ન કરતાં પૂર્વે યથાશકય એટલા વિચાર કરવા આવશ્યક છે કે જેથી પ્રયત્ન કર્યાં પછી એવે વિચાર ન આવે કે કર્યો હોત તા 6 આ પ્રયત્ન સારૂ′ થાત.’ કેટલાક પ્રયત્ના કરવા પડે છે, જ્યારે કેટલાક પ્રયત્ના જીવ પરાણે કરે છે અને પાછળથી પસ્તાય છે. ૧૭૦, આધ્યાત્મિક માર્ગ તરફ જનારા આત્માએની ભૂલે આધિભૌતિક માગ તરફ્ જનારાઓને કેમ સમજાય ! - ન જ સમજાય. છતાં તેઓ આધ્યાત્મિક માર્ગોના પથિકાની ભૂવા બતાવે છે. કેટલીક વખત એ ભૂલે ખરી પણ હાય, પણ એ બતાવનારાએ એ ભૂલા સુધરે એ માટે બતાવતા નથી, પણ પેાતાના માર્ગની પુષ્ટિ માટે અને સામાના માર્ગની હાનિ માટે ખતાવતા હાય છે. કાઇની પણ વાતમાં હિતબુદ્ધિથી માથું મારા તેા તે પણ ગમશે, પણ અહિત બુદ્ધિથી કાંઇ પણ કરશેા એ ઠીક નહિ ગણાય. ૧૭૧. અન્ય સર્વ રસે એવા છે કે જેના પરિચય પરિણામે કંટાળા ઉપજાવે છે, જ્યારે એક શાંત રસ જ એવા છે કે તેના પરિચય જેમ જેમ વધે છે તેમ તેમ તેમાં વિશેષ આહ્લાદ આવતા જાય છે.

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66