________________
સુતાબિંદુ
૫૯ * જે રસને માટે બીજા બધા રસનું આયોજન થયું છે તે જ રસ તરફ જગતુ જ્યારે ઉપેક્ષા સેવે છે, ત્યારે ખરેખર અજ્ઞાન કેટલું ભયંકર છે એ
સમજાય છે. ૧૭૨. હું બીજાની ભૂલ જોઈને હસું છું; પણ બીજે મારી
ભૂલ જોઈને મલકે છે. જ્યારે અમારા બંનેની ભૂલ જોઈને કેઈ ત્રીજે રમૂજ માણે છે. આમ રમૂજેના ચકો ચાલ્યા જ કરે છે. પણ એથી છૂટવા માટે મારે કોઈની પણ ભૂલ જોઈને હસવું નહિ એ માર્ગ છે. જ્યારે હું એ છેડી દઈશ ત્યારે મારી ભૂલ જોઈને હસતા માણસે ઉપર મને ચીડ નહિ ચડે પણ એમ લાગશે કે તેઓ એક ભૂલ કરી રહ્યા છે. મને મારી ભૂલ સુધારવાની તક મળશે. ભૂલને પણ એ રીતે અંત આવશે. પછી તે હસતાં અને નહિ હસતાં
બધાને દષ્ટા બનવાનું સૌભાગ્ય હું મેળવી શકીશ. ૧૭૩. કેટલાક માણસે મૂંઝવણેથી વિચિત્ર રીતે મૂંઝાઈ
જાય છે અને છેવટે મૂંઝવણે દૂર કરવામાં અસફળ. નીવડે છે, એટલે પ્રાણત્યાગ કરવા વિચારતા હોય છે. જો કે પ્રાણત્યાગ કરવા માટે પણ તેઓની પૂરી તૈયારી હોતી નથી, પરંતુ છેવટના ઉપાય તરીકે તેઓ એને વિચારતા હોય છે. પણ તેઓ પરભવને વિચાર કરે તે જરૂર તેઓ પ્રાણત્યાગને વિચાર માંડી વાળે. જે મુશીબતેને સામને અહિં નથી થઈ