Book Title: Jain Shikshavali Sudhabindu
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 58
________________ સુધાબિંદુ સૂચના આપે તેના પ્રત્યે લક્ષ્ય આપવું. ભૂલ સુધારવા પ્રયત્ન કરે પણ ઉપેક્ષા કરવી નહિ, એ કાર્યકુશળ બનાવવાને સચેટ ને સુંદર ઉપાય છે. ૧૬૫. પિતાની સારી બાજુ તપાસવાની જે ટેવ છે તે સારી બાજુએ ખરેખરી હોય તે ટેવ સારી છે, બાકી સારી બાજુ ન હોય ને જોયા કરીએ તે કાંઈ લાભ નથી. બીજી બાજુ પિતાની ખરી, ખરાબ બાજુ પણ તપાસવો જોઈએ. જે એ જોવામાં નહિ આવે અને તમે એમ જ માનતા હશે કે મારામાં કાંઈ ખરાબ છે જ નહિ તે એથી અન્યને અ૫, પણ તમને તે ભયંકર નુકશાન છે. ૧૬૬. યોગ્ય પદાર્થ એગ્ય રીતે યોગ્ય પાસે આવે છે તે તેની યોગ્યતા જળવાઈ રહે છે અને તેને લાભ સારો થાય છે. જ્યારે તેમાંથી એક પણ નંદવાઈ જાય છે તે પરિણામમાં ફેર પડી જાય છે. ૧૬૭. પ્રભનથી કે બળથી બીજા પાસે કાર્ય કરાવી શકાય છે, પણ કાર્યમાં પ્રાણ પૂરાવી શકાતા નથી. કાર્યમાં પ્રાણ પૂરાવનાર કેઈ હોય તે કાર્ય પ્રત્યે પ્રેમ છે. પોતાનાથી શકય કાર્ય જ્યારે પ્રોતિપૂર્વક થતું હતું–હોય છે ત્યારે પ્રાણવાન બને છે, અને જ્યારે તે કાર્ય પરાણે કરવામાં કે કરાવવામાં આવતું હોય છે ત્યારે તેમાં ભલીવાર હોતી નથી. ૧૬૮. ભૂલા પડેલા માર્ગમાં માર્ગ દેખાડનાર માગ બરાબર,

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66