________________
સુધબિંદ શકો તે મુશીબતે પ્રાણત્યાગ કરવાથી દૂર જવાની નથી. પણ જ્યાં જવાનું છે ત્યાં પહેલેથી જઈ પહોંચી હોય છે. એટલે અહિં સર્વ પ્રકારે મુશીબતેને સામને કરવા પૂરેપૂરું કટિબદ્ધ થવું જોઈએ. પૂરેપૂરું જેર કરવામાં આવે તે ગમે તેવી મુશીબતે
ક્ષણમાત્રમાં વિલય પામી જાય છે ૧૭૪. જ્યારે જ્યારે જીવન જોઉં છું ત્યારે ત્યારે તેનું
કોઈપણ એક પલ્લું ઊચું અને બીજું પહેલું નીચું જ થયેલું હોય છે. એને સરખા કરવા માટે પ્રયત્ન પણ પૂરા અને યથાર્થ થતા નથી. કયારેક થાય છે તો તે કારગત થતા નથી. એ બન્ને પલ્લા સમતુ લામાં આવી જાય એવી ઈચ્છા છે. એ સાધ્ય છે. એ થઈ જાય એટલે બસ. બીજી કઈ ઈચ્છા નથી. એ ઈચ્છા સફળ નથી થતી, એટલે જ બીજી વિરૂપ ઈચ્છાઓ જન્મે છે. એ ઈચ્છા બને ૫લાને સમતુલામાં લાવવાની ઇચ્છા. તે સફળ થાય તે પછી બીજી ઈચ્છા પણ ન રહે. જરૂર એક વખત બંને પલ્લાને સરખી હારમાં, એક શ્રેણીમાં લાવવા છે. તે માટે ગમે તે ભગીરથ પ્રયત્ન કરવો પડે તે તે કરવા તૈયાર થયું છે. જીવનની દેરી ઉપર ઝુલતા એ બે પલાનું નામ છે રાગ અને દ્વેષ. એ ઊંચાનીચા થયા જ કરે છે. એની સમતુલા, એ છે એની શાંતિ. એ આવે એટલે બસ
इति शम् ॥