Book Title: Jain Shikshavali Sudhabindu
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 56
________________ ૫૫ સુધાબિંદુ છે. તેજસ્વી બનવું એટલે તમને નહિ ગમતી વસ્તુ તમારી પાસે આવશે નહિ અને તમને નડશે નહિ, પણ ચીડીયલ બનવું નહિ. એથી ગમતી અને નહિ ગમતી બંને ચીજોથી વંચિત રહેવાય છે. ૧૫ર. નિયમથી નિયંત્રણ આવે છે અને એથી વવસ્થા આવે છે. વ્યવસ્થા આવે એવા નિયમે આવકાર્ય છે, પણ જે વ્યવસ્થા ન આવે અને કેવળ નિયંત્રણ રહે એવા નિયમના પ્રત્યાઘાત પડે તે તેથી થોડી ઘણી રહી સહી વ્યવસ્થા પણ વિલય પામે છે. નિયમે મોટે ભાગે વ્યવસ્થાપ્રેરક હોવાને કારણે પુરુષે નિયમે માટે પ્રેરણા કરે છે. ૧૫૩. પાણીને પરપેટે પણ કાંઈ સમજણ આપી જાય છે, લેતાં આવડે તે. નહિ તે મોટા મોટા વિદ્યાલય પણ કાંઈ સમજણ આપી શકતા નથી ૧૫૪. મેં આ કર્યું છે માટે બરાબર છે, એમ માનવાને આગ્રહવાળા કાર્ય બરાબર કેમ થાય, તે કદી પણ શીખી શકતા નથી. ૧૫૫. નવરા માણસને સમય કેમ કાઢો તેની વિચારણું ચાલે છે, જ્યારે કામવાળા માણસેને સમય ક્યાંથી કાઢ? તેની વિચારણા ચાલતી હોય છે. ૧૫૬. દેષ દબાએલ હોય અને ન નડતા હોય એથી દેષ દૂર થઈ ગયા છે એમ માનવું નહિ. જે એવું માની લેવાય તે તે મહામૂર્ખ છે એમ સમજવું. દે,

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66